શોધખોળ કરો
એક્ટરમાંથી ચોકીદાર બનેલા સાવી સિદ્ધૂની મદદ માટે આગળ આવ્યું બોલીવૂડ, મીકા સિંહે માંગ્યો ફોન નંબર

મુંબઈ: અક્ષય કુમારની ફિલ્મ પટિયાલા હાઉસ અને અનુરાગ કશ્યપની ફિલ્મ બ્લેક ફ્રાઈડેમાં કામ કરી ચૂકેલા ત્રિલોચન સિંહ સિદ્ધૂ (સાવી સિદ્ધૂ) આજે ચોકીદારની નોકરી કરી રહ્યા છે. આ રિપોર્ટ્સ વાયરલ થયા બાદ તેની મદદ માટે બોલીવૂડ સેલિબ્રિટી આગળ આવ્યા છે. ગાયક મિકા સિંહે ત્રિલોચન સિદ્ધૂનો નંબર માંગ્યો છે.
ગાયક મીકા સિંહ અને એક્ટર રાજકુમાર રાવે પણ સાવી સિદ્ધૂનો સપોર્ટ કર્યો છે. રાજકુમાર રાવે લખ્યું, સર તમારી સકારાત્મક્તા સલામ કરવા વાળી છે. તમારા કામને તમામ ફિલ્મોમાં વખાણ કરવામાં આવ્યા છે. હું મારા મિત્રો જે કાસ્ટ કરે છે તેમને કહીશ કે તેઓ તમને મળે.
ગાયક મીકા સિંહે સોશિયલ મીડિયા પર લખ્યું, મને કોઈ મહેરબાની કરી સાવીનો નંબર આપો હું તેની સાથે વાત કરવા માંગુ છું. મીકાએ આગળ લખ્યું, હું તેની મદદ કરવા માંગુ છું. આ ઈન્ડસ્ટ્રીને સમજવી મુશ્કેલ છે. અમે આમતો ઘણો પ્રેમ અને ફેક સ્માઈકલ કરીએ છીએ. પરંતુ અમે જોઈએ છીએ અમારા કોઈ ભાઈને અમારી જરૂર છે તો અમે તેને સપોર્ટ જરૂર કરીએ.I don’t know him personally, but I’d really love to help. https://t.co/J2WLpLJMSO
— King Mika Singh (@MikaSingh) March 20, 2019
ગાયક મીકા સિંહ અને એક્ટર રાજકુમાર રાવે પણ સાવી સિદ્ધૂનો સપોર્ટ કર્યો છે. રાજકુમાર રાવે લખ્યું, સર તમારી સકારાત્મક્તા સલામ કરવા વાળી છે. તમારા કામને તમામ ફિલ્મોમાં વખાણ કરવામાં આવ્યા છે. હું મારા મિત્રો જે કાસ્ટ કરે છે તેમને કહીશ કે તેઓ તમને મળે. વધુ વાંચો




















