સોનાક્ષીની આ ટ્વિટ બાદ ઘણા લોકોએ એમેઝોનનો મજાક ઉડાવ્યો તો ઘણા લોકોએ એમેઝોનના જવાબ બાદ ટોણો મારતા કહ્યું હતું કે આ સારું લાગ્યું કે એમેઝોન આમ આદમી હોઈ કે સેલિબ્રિટી બધા સાથે આવી રીતે જ વાત કરે છે.
2/6
બાદમાં AmazonHelp દ્વારા ટ્વિટર પર માફી માંગવામાં આવી હતી અને સોનાક્ષીની ટ્વિટનો જવાબ દેતા કહેવામાં આવ્યું હતું કે “ઓહ! આ અસ્વીકાર્ય છે. તમારા ઓર્ડર અને કસ્ટમર કેરના ખરાબ અનુભવ બદલ માફી માંગીએ છીએ. તમારી ડિટેલ્સ જણાવો જેથી અમે તમને મદદ કરી શકીએ”
3/6
સોનાક્ષી સિંહા એ તે બાદ ફરી એક ટ્વિટ કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે, “કોઈએ અઢાર હજાર રૂપિયાનો ભંગાર ખરીદવો છે? ચિંતા ના કરો આ હું વેચું છું ના કે @amazonIN એટલે તમને જે કીધું છે તે જ મળશે”
4/6
સોનાક્ષી એ ટ્વિટ કરતા લખ્યું હતું કે, “હેય @amazonIN ! જુઓ મારા @bose હેડફોનના બદલામાં મને શું મળ્યું! આ બરોબર પેક કરેલું બોક્સ જે ખૂલેલું પણ ના હતું પણ…ખાલી બહારથી. અને તમારા કસ્ટમર કેર વાળા પણ મદદ કરવા માટે તૈયાર ના હતા જે વધારે ખરાબ છે”
5/6
સોનાક્ષીએ એમેઝોન પર 18,000 રૂપિયાના બોસ કંપનીના હેડફોન પસંદ કર્યા હતા પરંતુ એમેઝોન હેડફોનની જગ્આએ ભંગાર ડિલિવર કરી દીધો હતો. જે બાદ સોનાક્ષી એ ટ્વિટર પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.
6/6
નવી દિલ્હીઃ અવારનવાર તમે એવા સમાચાર વાંચ્યા હશે કે, ઓનલાઈન શોપિંગ કરતા સમયે મંગાવ્યું કંઈક બીજું અને હોય અને બોક્સમાં કંઈક અલગ જ નીકળે. અત્યાર સુધી સામાન્ય વ્યક્તિ આ ફ્રોડનો ભોગ બનતા હતા પરંતુ આ વખતે બોલિવૂડની એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા ઓનલાઈન શોપિંગમાં ફ્રોડનો ભોગ બની છે. સોનાક્ષીએ તેની જાણકારી પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આપી હતી.