એક્ટરે કેમ આ પગલું ભર્યું તેની માહિતી સામે આવી નથી. રાહુલના પિતા મહેશ પુત્રના અચાનક નિધનના સમાચાર સાંભળી સ્તબ્ધ થઈ ગયા છે. તેમણે ફેસબુક પર પુત્રના નિધનનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે રૂપાલી કશ્યપ નામની મહિલાને પુત્રના સુસાઇડ માટે જવાબદાર ગણાવી છે.
2/4
રાહુલ જયપુરનો રહેવાસી છે. તેણે મુંબઈની એક ઈન્સ્ટિટ્યૂટમાંથી એક્ટિંગનો કોર્સ કર્યો હતો. તે મુંબઈ એક્ટર બનવાનું સપનું લઈને આવ્યો હતો, પરંતુ અત્યાર સુધી સ્ટ્રગલિંગ એક્ટર હતો.
3/4
મુંબઈઃ ટીવી એક્ટર રાહુલ દીક્ષિતે મુંબઈમાં બુધવારે આત્મહત્યા કરી હતી. ઘટનાસ્થળ પરથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નહોતી. પોલીસે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાહુલની ઉંમર 28 વર્ષ હતી. એક્ટરે તેના ઓશિવારા સ્થિત ઘરમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી હતી.
4/4
એકટરના પિતાએ ફેસબુક લખ્યું તે, દીકરા તારી સાથે શું થયું. તું આત્મહત્યા ન કરી શકે. તું અમને જીવતા મારી ગયો. રૂપાલી કશ્યપે તેને મારી નાંખ્યો. અમને ન્યાય મળશે. રાહુલના પિતાએ આને આત્મહત્યા માનવાથી ઈન્કાર કરી દીધો છે. ઉપરાંત મર્ડર હોવાનો આરોપ પણ લગાવ્યો છે.