શોધખોળ કરો
Advertisement
Locked Up With Sunny લઈને આવી રહી છે સની લિયોની, હવે આ રીતે ફેન્સને કરશે એન્ટરટેન
સનીએ એ પણ શેર કર્યું હતું કે કેવી રીતે તે પોતાના ત્રણ બાળકોની સાથે સમય વિતાવી રહી છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉનની વચ્ચે એક્ટ્રેસ સની લિયોનીએ ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર પોતના ચેટ સોની શરૂઆત કરી. ‘લોકડાઉન વિથ સની’ નામના આ શોમાં સની અનેક હસ્તીઓ સાથે વાતચીત કરતી જોવા મળશે. તેમાં ડબ્બૂ રત્નાની અને મંદાના કરીમી પણ સામેલ છે. પ્રથમ એપિસોડ માટે તેણે યૂટ્યૂબ સેંસેશન અનીશા દીક્ષિતને પોતાના ઓનલાઈન મહેમાન તરીકે આમંત્રિત કરી છે.
આ વિશે સનીએ કહ્યું કે, “ઇન્સ્ટા પર અમારા ફેન્સ અને લોકોની સાથે મસ્તી કરવાનો આ આઈડિયા મારો હતો. આ ઓનલાઈન મહેમાનો સાથે હલ્કુ ફુલ્કી વાતચીત પર આધારિત મજેદાર ચેટ શો છે.”
મીડિયા એજન્સીની સાથે હાલમાં જ વાતચીતમાં સનીએ એ પણ શેર કર્યું હતું કે કેવી રીતે તે પોતાના ત્રણ બાળકોની સાથે સમય વિતાવી રહી છે. બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનીએ કોરોના વાયરસની સામે લડવા માટે નવી રીત અપનાવી છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
સની લિયોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરતી એક તસવીર પોસ્ટ કીર છે. જેમાં તે બોક્સિંગ ગ્લવ્સ પહેરીને ગુસ્સામાં બોક્સિંગ બેગ તરફ જોતી જોવા મળી રહી છે. સનીએ ફોટો પોસ્ટ કરતાં કેપ્શનમાં લખ્યું, “લડાઈ માટે તૈયાર થઈ રહી છું! બસ આ વખતે પ્રતિસ્પર્ધી અદ્રશ્ય છે ‘ટચ મી નોટ’. સનીએ તેની સાથે જ હેશટેગ #FightAgainstCoronaVirus નો ઉપયોગ કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement