શોધખોળ કરો
સુશાંત સિંહ રાજપૂત કેસઃ ડ્રગ્સ કનેકશનમાં NCBએ દીપેશ સાવંતની કરી ધરપકડ, જાણો વિગત
કે.પી.એસ.મલ્હોત્રાએ કહ્યું, દીપેશ સાવંતની ધરપકડ કરવામાં આવી છે. સેમ્યુઅલ મિરાંડાનો જે રોલ હતો તેવો જ રોલ તેનો છે.

મુંબઈઃ NCBએ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ સામે આવેલા ડ્રગ્સ એંગલ મામલે દીપેશ સાવંતની ધરપકડ કરી છે. એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ આ જાણકારી આપી હતી. એનસીબી સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલથી તપાસ કરી રહી છે. કે.પી.એસ.મલ્હોત્રાએ કહ્યું, દીપેશ સાવંતની ધરપકડ કરવામાં આવી છે. સેમ્યુઅલ મિરાંડાનો જે રોલ હતો તેવો જ રોલ તેનો છે. તેની પાસે જે પુરાવા છે તે અમારે ક્રોસ વેરિફિકેશનમાં કામ લાગશે. આવતીકાલે તેને કોર્ટમા રજૂ કરવામાં આવશે. આ પહેલા એનસીબીએ શનિવારે ડ્રગ્સ કનેકશન મામલે ધરપકડ કરવામાં આવેલા શૌવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાંડા, જૈદ વિલાત્રા અને કૈઝાનને એનડીપીએસ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે શૌવિક અને સેમ્યુઅલના 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પરંતુ 4 દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ ઉપરાંત કૈઝાનને 14 દિવસની કસ્ટડીમાં લેવાનો આદેશ આપ્યો હતો. ગુજરાતમાં મેઘરાજાના વિરામ બાદ કઈ જગ્યા માત્ર બે કલાકમાં ખાબક્યો પાંચ ઈંચ વરસાદ, નદીમાં આવ્યું ઘોડાપુર, જાણો વિગત કોરોના અપડેટઃ સુરતમાં આજે કેટલા નોંધાયા કેસ, કેટલા લોકોના થયા મોત, કેટલા લોકોએ આપી કોરોનાને મ્હાત, જાણો વિગત
વધુ વાંચો





















