શોધખોળ કરો
Advertisement
સુશાંત રાજપૂત કેસમાં સૌથી મોટા સમાચાર, નથી થઈ સુશાંતની હત્યા, હવે આત્મહત્યાના એંગલથી તપાસ કરશે CBI
હવે આગળની તપાસમાં એ સવાલનો જવાબ ચોક્કસ શોધવામાં આવશે કે શું સુશાંતે આત્મહત્યા કરી હતી અને કરી હતી તો તેનું કારણ શું હતું?
મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં સીબીઆઈ તપાસ કરી રહી છે. સુશાંત મોતના ત્રણ મહિનાથી વધારે સમય થઈ ગયો છે પરંતુ હજુ સુથી તેના હત્યા કે આત્મહત્યાનું કોકડું ઉકેલાયું નથી. જ્યારે હવે ફોરેન્સિક રિપોર્ટમાં હત્યાની વાતને ફગાવી દેવામાં આવી છે.
ફોરેન્સિંક રિપોર્ટમાં સુશાંતની હત્યા થઈ હોવાની વાતને ફગાવી દેતા કહ્યું કે, જે સ્થિતિમાં મોત થયી છે તે જણાવે છે કે, તેમાં કોઈપણ પ્રકારનું ફાઉલ પ્લે નથી અને આ આત્મહત્યાનો કેસ છે. AIIMS મેડિકલ બોર્ડે સોમવારે સીબીઆઈની સાથે પોતાનો તપાસ રિપોર્ટ કૂપર હોસ્પિટલ દ્વારા કાઢવામાં આવેલ નિષ્કર્ષો સાથે શેર કર્યો હતો.
સ્પષ્ટ છે કે હવે AIIMSનો રિપોર્ટ મળ્યા બાદ સીબીઆઈ હવે આ મામલે આત્મહત્યાના એંગલથી જ તપાસ કરશે. એટલે કે હવે આગળની તપાસમાં એ સવાલનો જવાબ ચોક્કસ શોધવામાં આવશે કે શું સુશાંતે આત્મહત્યા કરી હતી અને કરી હતી તો તેનું કારણ શું હતું? શું કોઈએ તેને આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement