શોધખોળ કરો
Advertisement
આ ટીવી એક્ટ્રેસ સુસ્મિતા સેનના ભાઈ સાથે કરશે લગ્ન. જાણો વિગત
સુષ્મિતા સેને ખુદ ભાઈ રાજીવના લગ્ન અંગેની જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે. સુષ્મિતા સેનનો ભાઈ રાજીવ વ્યવસાયે એક મોડેલ છે. અને તે જલ્દીજ બોલિવૂડમાં ડેબ્યુ કરશે તેવા સમાચાર છે.
મુંબઈ: અભિનેત્રી સુષ્મિતા સેનનો ભાઈ રાજીવ સેન જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યો છે. જેની જાણકારી સુષ્મિતા સેને ખુદ સોશિયલ મીડિયા દ્વારા આપી છે. રાજીવ છેલ્લા ઘણા સમયથી ટીવી એક્ટ્રેસ ચારુ અસોપાને ડેટ કરી રહ્યો છે. ત્યારે હવે તેઓ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યાં છે.
સુષ્મિતા સેને ભાઈ રાજીવ અને ચારુની ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેની સાથે તેમણે લખ્યું કે- “તેઓએ હા કહી દીધું છે. રાજ ભૈયા તમે દુનિયાના સૌથી ખુશ કિસ્મત વ્યક્તિ છો. અમારા જીવનમાં ચારુને લાવવા માટે થેન્ક્સ, હું લગ્નની રાહ નથી જોઈ શકતી. હું બન્ને તરફથી ડાન્સ કરીશ.”
સુષ્મિતાએ જે તસવીર શેર કરી છે તેમાં સુષ્મિતા સાથે તેનો કથિત બોયફ્રેન્ડ રોહમન શૉલ, ચારુ અને રાજીવ સેન નજર આવી રહ્યા છે. સુષ્મિતા સેનનો ભાઈ રાજીવ સેન વ્યવસાયે મોડલ છે. ચારુ અને રાજીવે આ વર્ષની શરૂઆતમાંજ પોતાના સંબધ અંગે જાહેરમાં ખુલાસો કર્યો હતો.
ચારુ અસોપાની આ પહેલા ટીવી એક્ટર નીરજ માલવીયા સાથે સગાઈ થઈ હતી. ચારુ અને નીરજે ‘મેરે અંગને મે’ ભાઈ-બહેનની ભુમિકા ભજવી હતી. આ સીરીયલથી કો-સ્ટાર નીરજ માલવીયા સાથે રિલેશનમાં હોવાની ખબરો આવી હતી. બન્નેએ ફેબ્રુઆરી 2016માં પરિવારની હાજરીમાં સગાઈ કરી હતી. બન્ને 2017માં લગ્ન કરવાના હતા પણ તે પહેલા જ બન્ને અલગ થઈ ગયા હતા.
ચારુએ પોતાના કેરિયરની શરૂઆત 2009માં ‘અગલે જનમ મોહે બિટિયા હી કીજો’થી કરી હતી. તેના બાદ યે રિશ્તા ક્યા કહલાતા હૈ અને બાલ વીર જેવા સીરિયલમાં નજર આવી હતી. જો કે તેને લોકપ્રિયતા‘મેરે અંગને મે’સીરિયલથી મળી હતી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement