બંગાળના આ ટ્રેડિશનલ ડાન્સ સમયે તે સાડીમાં બહુ સુંદર લાગી રહી હતી. આ પૂજામાં મોટી દીકરી રિનીએ તેને સાથ આપ્યો હતો તો નાની દીકરીએ પણ આ ડાન્સ શીખવાનો પ્રયાસ કર્યો હતો. સુસ્મિતા સેન અવારનવાર તેની દીકરીઓ સાથેના વીડિયોઝ અને તસવીરો પોસ્ટ કરે છે.
3/5
આ ડાન્સ કરતી વખતે સુસ્મિતા સેન સતત હસતી પણ જોવા મળી હતી. આ વીડિયો તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શૅર કરીને એક પોસ્ટ પણ લખી હતી. તેણે લખ્યું હતું કે મારી દીકરીઓ સાથે કરેલ આ ધૂનુચી નાચ એ એક અલગ જ પ્રકારની શાંતિનો અહેસાસ કરાવે છે.
4/5
નવી દિલ્હીઃ હાલમાં નવરાત્રીની ધૂમ ચાલી રહી છે. બોલિવૂડ આ તહેવારને પણ ખૂબ ધામધૂમથી ઉજવે છે. દરરોજ મોટા સ્ટાર માં દુર્ગાના દર્શન કરવા પંડાલમાં પહોંચી રહ્યા છે. ગઈકાલે અભિનેત્રી સુષ્મિતા સેન પણ મુંબઈમાં પોતાની દીકરીઓ રિની અને અલિસાહનીસાથે દુર્ગા પુજા પંડાલ પહોંચી હતી.
5/5
આ દરમિયાન તેણે પોતાની દીકરીઓ સાથે ત્યાં પારંપરિક ધુનુચી ડાન્સ પણ કર્યો. સુષ્મિતા સેનની તસવીર અને વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.