શોધખોળ કરો
'તારક મહેતા કા.....'ની બબિતા પણ સીરિયલ છોડી દેશે ? જાણો બબિતા બનતી એક્ટ્રેસે શું કહ્યું ?
'તારક મહેલા કા ઉલ્ટા ચશ્મા' શોને નેહા મહેતા, દિશા વાકાણી છોડી ચૂકી છે. ફેન્સે બબીતા એટલે કે મુનમુન દ્ત્તાને પણ શોના છોડવા વિશે સવાલ કર્યો હતો. મુનમુન દત્તાએ કંઇક આવા અંદાજમાં જવાબ આપ્યો હતો.
!['તારક મહેતા કા.....'ની બબિતા પણ સીરિયલ છોડી દેશે ? જાણો બબિતા બનતી એક્ટ્રેસે શું કહ્યું ? Tarak Mehta ulta ka chasma actress mummun dutta start her youtube channel fans asked babatia are you left the show 'તારક મહેતા કા.....'ની બબિતા પણ સીરિયલ છોડી દેશે ? જાણો બબિતા બનતી એક્ટ્રેસે શું કહ્યું ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/21152217/1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ટેલિવૂડ:તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતા એટલે કે મુનમુન દત્તાએ તેમના કરિયરની શરૂઆત 2004થી કરી હતી. મુનમુને પહેલા મોડલિંગથી શરૂઆત કરી હતી. આ સમયે તેમનું સ્ટડી પણ ચાલતું હતું.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાના ફેન માત્ર જેઠાલાલ જ નહીં પરંતુ સંખ્યાબંધ દર્શકો પણ છે. તેમના ફેન્સ માટે મુનમુન દત્તાએ એક યૂટ્યૂબ ચેનલ ખોલી છે. આ ચેનલનો પહેલો એપિસોડ Q-A રાખવામાં આવ્યો હતો. જેમાં મુનમુન દત્તાએ ફેન્સના કેટલાક સવાલના જવાબ આપ્યાં છે.
યૂટ્યૂબની ચેનલના પહેલા એપિસોડમાં દર્શકોએ મુનમુન દત્તાને અનેક સવાલો કર્યો હતા. એક ફેન્સે પૂછ્યું કે, આપની ખૂબસૂરતીનું રાજ શું છે? આપનું ફેવરિટ વેકેશન ડેસ્ટિનેશન કયું છે? એક ફેન્સે પૂછ્યું કે, શું આપ તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા શો છોડી રહ્યા છો? આગળનો શું પ્લાન છે?
આ શોમાં અત્યાર સુધીમાં કેટલાક કલાકારો છોડી ચૂક્યાં છે. દયા ભાભી એટલે કે દિશા વકાણી, અંજલિ ભાભી એટલે કે નેહા મહેતાએ આ શો છોડી દીધો છે. આ સ્થિતિમાં ફેન્સે મુનમુન દત્તાને પણ શો છોડવા મુદ્દે સવાલ કર્યો હતો.
આ સવાલનો જવાબ આપતા મુનમુન દત્તાએ કહ્યું કે, શું આપ ઇચ્છો છો કે હું આ શો છોડી દઉં? મને ખબર છે મારા ફેન્સ ક્યારેય નહીં ઇચ્છે કે હું શો છોડી દઊં. મુનમુન દત્તાને એક્ટિંગ સિવાય સ્પોર્ટસમાં પણ રસ છે. તેમને બેડમિન્ટન રમવું પસંદ છે.
2004થી મુનમુન દત્તાએ એક્ટિંગના ફિલ્ડમાં ડેબ્યૂ કર્યું. તેમણે ‘હમ સબ બારાતી’ શો માટે ઓડિશન આપ્યું હતું ત્યારબાદ તે શોમાં કામ મળ્યું અને 2008માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે ઓફર મળી અને તેને સ્વીકારી લીઘી. આ શો દ્વારા જ તેમને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ મળી.
![તારક મહેતા કા.....'ની બબિતા પણ સીરિયલ છોડી દેશે ? જાણો બબિતા બનતી એક્ટ્રેસે શું કહ્યું ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/21151856/4.jpg)
![તારક મહેતા કા.....'ની બબિતા પણ સીરિયલ છોડી દેશે ? જાણો બબિતા બનતી એક્ટ્રેસે શું કહ્યું ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/21151935/5.jpg)
![તારક મહેતા કા.....'ની બબિતા પણ સીરિયલ છોડી દેશે ? જાણો બબિતા બનતી એક્ટ્રેસે શું કહ્યું ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/21152021/Untitled.jpg)
![તારક મહેતા કા.....'ની બબિતા પણ સીરિયલ છોડી દેશે ? જાણો બબિતા બનતી એક્ટ્રેસે શું કહ્યું ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/21152053/Taarak-Mehat-Babita-birthda.jpg)
![તારક મહેતા કા.....'ની બબિતા પણ સીરિયલ છોડી દેશે ? જાણો બબિતા બનતી એક્ટ્રેસે શું કહ્યું ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/21152131/babita.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)