આ હૉટ મૉડલ કેમ વાંચે છે ભગવદ ગીતા ? વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ બનીને પ્રેમ, મિત્રો ખરીદવાની છે ઈચ્છા...
આશ્ચર્યજનક રીતે ઉર્ફીએ એવો દાવો પણ કર્યો કે, પોતે મોંઘીદાટ વસ્તુઓના પ્રદર્શનમાં નહીં પણ જ્ઞાનના પ્રદર્શનમાં માને છે. આ કારણે તે ભગવદ ગીતા પણ વાંચે છે.
નવી દિલ્લીઃ ‘બિગ બોસ’માં ભાગ લેનારી હોટ મોડલ ઉર્ફી જાવેદે ઈચ્છા વ્યક્ત કરી છે કે, પોતે પૃથ્વી ગ્રહની સૌથી ધનવાન વ્યક્તિ બને. એક લાઈવ ઈવેન્ટ દરમિયાન ઉર્ફીએ જણાવ્યું હતું કે, તે ઢગલાબંધ રૂપિયા કમાવા માગે છે અને વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ બનવા માગે છે.
આશ્ચર્યજનક રીતે ઉર્ફીએ એવો દાવો પણ કર્યો કે, પોતે મોંઘીદાટ વસ્તુઓના પ્રદર્શનમાં નહીં પણ જ્ઞાનના પ્રદર્શનમાં માને છે. આ કારણે તે ભગવદ ગીતા પણ વાંચે છે. ઉર્ફીએ જણાવ્યું કે, તેના મોટા ભાગનાં મિત્રો પોતાના ધનનું પ્રદર્શન કરવા માટે બ્રાન્ડેડ વસ્તુઓ, ગૂચી બેગ્સ દેખાડે છે જ્યારે તે પોતે પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરવા માગે છે માટે પોતે ભગવદ ગીતા પણ વાંચે છે.
ઉર્ફીનું સપનું છે કે, પોતે વિશ્વની સૌથી ધનવાન વ્યક્તિ બને. ઉર્ફીના કહેવા પ્રમાણે તેને ઘણાં બધા રૂપિયા જોઈએ છે કેમ કે પૈસા વડે તે બધું ખરીદી શકે છે. મિત્રો, પ્રેમ બધું જ પૈસાથી ખરીદી શકાય છે. ઉર્ફી આ બધું પોતાના દમ પર કરવા માગે છે અને કોઈના પર નિર્ભર રહેવા માંગતી નથી.
ઉર્ફી પાસે હાલ ટીવી પર કે બીજે ક્યાંય પણ કોઈ કામ નથી. બિગ બોસમાંથી બહાર થયા બાદ ઉર્ફી જાવેદ સાવ નવરી છે. અલબત્ત તે સતત વિવાદો પેદા કર્યા જ કરે છે. ઉર્ફી જાવેદ સતત પોતાનાં કપડાંને કારણે ટ્રોલર્સના નિશાન પર આવતી રહે છે.
ઉર્ફી ક્યારેક કોઈની નકલ કરીને તો ક્યારેક જાતે જ વિચિત્ર પ્રકારનાં કપડાં પહેરીને ચર્ચામાં રહે છે. ઉર્ફીના કહેવા પ્રમાણે તેને ટ્રોલર્સથી કોઈ ફરક નથી પડતો અને તેને છોકરો પણ એવો જ જોઈએ છે જેને તેનાં કપડાં અને ટ્રોલર્સથી ફરક ન પડતો હોય. ઉર્ફીના કહેવા પ્રમાણે તે જેને પસંદ કરે એ છોકરા પાસે ઓછા પૈસા હશે તે ચાલશે. લગ્ન કે સાથે રહેતી વખતે તેઓ સાથે મળીને નાણાં કમાઈ લેશે.
આ પણ વાંચો...........
Gram Panchayat : રાજ્યમાં કુલ કેટલી બેઠકો થઇ બિનહરીફ જાહેર થઇ, જાણો વિગતે
Gram Panchayat : ગુજરાતની 191 ગ્રામ પંચાયતમાં મતદાન શરૂ, પ્રથમ બે કલાકમાં 9 ટકા મતદાન
Omicron Variant: ભારતમાં ક્યારે આવેશે કોરોનાની ત્રીજી લહેર ? જાણો કોણે આપી ચેતવણી
પેપરલીકકાંડના આરોપીઓના કોર્ટે કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, જાણો મહત્વના સમાચાર
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?
ગુજરાત પાસેના હિલ સ્ટેશનનો નજારો જોઇને થઈ જશો ખુશ, આ રહી તસવીરો
વોટ્સએપે 2021માં લોન્ચ કર્યા આ ખાસ ફીચર્સ, સિક્યોરિટી અને એક્સપીરિયન્સની દ્રષ્ટિએ છે શાનદાર