Ankit Gupta: મને તારો પ્રાઈવેટ પાર્ટ અડવા દે ને, કમ સે કમ ઉપર ઉપરથી તો.... : અભિનેતાનો ધડાકો
અહીં કોમ્પ્રોમાઈઝ કરવું પડે છે. ઘણા લોકો જેઓ ઇચ્છતા હતા કે હું સમાધાન કરું, તેઓ કહેતા હતાં કે અંકિત આમ તો ઇન્ડસ્ટ્રીમાં કામ જ નહીં મળે.
TV Actor Opens Up About Shocking Casting Couch : અંકિત ગુપ્તા ટીવી ઈન્ડસ્ટ્રીમાં નવું નામ નથી અને તે જંગી ફેન ફોલોઈંગ ધરાવે છે. લોકપ્રિય શો 'ઉદરિયાં'માં તેના પાવર-પેક્ડ પર્ફોર્મન્સ માટે જાણીતો અંકિતની ટેલી સેક્ટરમાં શાનદાર કારકિર્દી રહી છે અને તે લોકોમાં ખુઅબ લોકપ્રિય પણ છે. અંકિત જ્યારથી સલમાન ખાનના હોસ્ટ 'બિગ બોસ 16'માં ભાગ લીધો ત્યારથી તે ભારે ચર્ચામાં છે. પરંતુ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં તેણે ધડાકો કર્યો હતો. અંકિતે શોબિઝમાં તેના શરૂઆતના દિવસોની કાસ્ટિંગ કાઉચની ઘટનાને યાદ કરી હતી. તેના સૌથી ખરાબ અનુભવો વિશે વાત કરવાથી લઈને ઓફરને નમ્રતાથી ઠુકરાવી દેવા સુધી અંકિતે અનેક રહસ્યોનો ઘટસ્ફોટ કર્યો હતો.
પોતાની કારકિર્દીની શરૂઆતમાં મળેલી એક વિચિત્ર સલાહ શેર કરતા અંકિત ગુપ્તાએ જણાવ્યું હતું કે, અહીં કોમ્પ્રોમાઈઝ કરવું પડે છે. ઘણા લોકો જેઓ ઇચ્છતા હતા કે હું સમાધાન કરું, તેઓ કહેતા હતાં કે અંકિત આમ તો ઇન્ડસ્ટ્રીમાં કામ જ નહીં મળે. અમે અનેક લોકોને લોંચ કર્યા છે. અંકિતે વધુમાં ઉમેર્યું હતું કે, લોકોએ દાવો કર્યો હતો કે, તેમણે ઈન્ડસ્ટ્રીમાં મોટા મોટા કલાકારોને લોન્ચ કર્યા હતા અને તે બધાએ તેઓ આજે જે જગ્યાએ છે ત્યાં પહોંચવા માટે સમાધાન કર્યું જ હતું.
તેણે મને મને પ્રાઈવેટ પાર્ટ અડવા કહ્યું - અંકિત
અંકિતે ધડાકો કરતા એમ પણ કહ્યું હતું કે, જ્યારે તેને કોમ્પ્રોમાઈઝ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે આખી ઘટના પર કેવી પ્રતિક્રિયા આપી. તેને 'જીવનનો સૌથી ખરાબ અનુભવ' ગણાવતા કહ્યું હતું કે, જ્યારે આવી ઘટનાઓ ઘટી રહી હતી ત્યારે તે ચોંકી ગયો હતો અને એક પગલું પાછું હટી ગયો હતો. તેણે કહ્યું હતું કે, 'મેં ઈનકાર કરી દીધો... મેં કહ્યું કે, હું એ લોકોમાંનો નથી અને જો હું હોત તો પણ હું તેવું તો ના જ કરત. આ મારો સૌથી ખરાબ અનુભવ હતો. ઠીક છે, હવે તે મોટું થઈ રહ્યું છે. કોઈએ કહ્યું હતું કે, 'ઠીક છે, તમે તે કરવા નથી માંગતા પરંતુ કમ સે કમ મને તારા પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ તો કરવા દે. ભલે ઉપરથી ઉપરથી જ. હું ચોંકી ગયો અને મારી જાતને કહ્યું, 'આ શું થઈ રહ્યું છે?'
અંકિત ગુપ્તાની સિરિયલ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અંકિત ગુપ્તા આગામી સમયમાં 'જુનૂનિયાત'માં જોવા મળશે જે ટૂંક સમયમાં દર્શકો વચ્ચે આવવા જઈ રહી છે. અભિનેતા મ્યુઝિકલ ડ્રામામાં જહાનની ભૂમિકા ભજવશે જેમાં ગૌતમ વિગ અને નેહા રાણા પણ છે.
લવે મેકિંગ સીનના બહાને એજન્ટે મને રૂમમાં લઇ જઇને ગંદા અડપલાં કર્યા ને પછી હું....... કાસ્ટિંગ કાઉચ પર હૉટ એક્ટ્રેસનો ધડાકો
ફિલ્મ અને ટીવી સીરિયલોમાં નવા નવા રૉલ કરવાના નામે યુવા અભિનેત્રીઓ કાસ્ટિંગ કાઉચનો ભોગ બનતી જઇ રહી છે મીટૂ અભિયાન અંતર્ગત અગાઉ કેટલીય અભિનેત્રીઓ પોતાની કહાની સંભળાવી ચૂકી છે, વળી કેટલીકે તો ડિરેક્ટરથી લઇને ફિલ્મ મેકર અને એક્ટરો પર આરોપો પણ લગાવ્યા છે. હવે આ લિસ્ટમાં વધુ એક એક્ટ્રેસનુ નામ જોડાઇ ગયુ છે. તારક મહેતામાં ફેમ આરાધના શર્માએ ચોંકાવનારો ધડાકો કર્યો છે.
સબ ટીવી પર આવનારા સૌથી ફેમસ કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં દીપ્તિ જાસૂસની ભૂમિકા નિભાવીને જાણીતી થયેલી એક્ટ્રેસ આરાધના શર્માએ પોતાની જિંદગી સાથે જોડાયેલો એક ખાસ કિસ્સો સંભળાવ્યો છે, તેને એક ખરાબ અનુભવ શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે આરાધના શર્મા 'સ્પ્લિપ્ટવિલા 12'ની કન્ટેસ્ટન્ટ પણ રહી ચૂકી છે, પરંતુ તેને ઓળખ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલથી મળી. આરાધના શર્માએ પોતાની સાથે થયેલા ખરાબ અનુભવને શેર કર્યો છે.