ફિલ્મોના આ જાણીતા હીરો પર નોંધાયો છેતરપિંડીનો કેસ, મહિલા પાસેથી લીધા હતા બે કરોડ ને પછી............
40 વર્ષી મહિલાએ એક્ટર કરણવીર બોહરા (Karanvir Bohra) સહિત 6 લોકો વિરુદ્ધ છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે.
Karanvir Bohra Fraud Case: ટીવી જગતના જાણીતા એક્ટર કરણવીર બોહરા (Karanvir Bohra) વિરુદ્ધ તાજેતરમાં જ કેસ નોંધાયો છે. તેના પર એક મહિલાએ છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. ઓશિવારા પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો છે.
40 વર્ષી મહિલાએ એક્ટર કરણવીર બોહરા (Karanvir Bohra) સહિત 6 લોકો વિરુદ્ધ છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાનુ કહેવુ છે કે તેની પાસેથી 1.99 કરોડની મોટી રકમ લેવામાં આવી, જેને 2.5 ટકા વ્યાજ પર પરત કરવાનો વાયદો કર્યો હતો. પરંતુ હજુ સુધી આ રકમમાં માત્ર એક કરોડ રૂપિયા જ પાછા આપવામાં આવ્યા છે. આ મામલાને લઇને મહિલાએ ઓશિવારો પોલીસ સ્ટેશન પહોંચી અને પોતાની ફરિયાગદ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે, કરણવીર બોહરા તાજેતરમાં જ કંગના રનૌતના શૉ લૉક અપમાં જોવા મળ્યો હતો. આ શૉમાં તેને પોતાના દિલના કેટલાય રાજ ખોલ્યા હતા, અને એ પણ બતાવ્યુ હતુ કે, તે દેવામાં ડુબેલો છે. એક્ટરે બતાવ્યુ હતુ કે, હું દેવામાં પુરેપુરુ ડુબી ગયો છું, હાલત એવી છે કે માથુ પણ ઉપર નથી એટલુ બધુ દેવુ છે. એટલુ જ નહીં તેને બતાવ્યુ કે તેના પર કેટલાય કેસો ચાલી રહ્યાં છે. તેને કહ્યું 2015માંથી અત્યાર સુધી હું જે કંઇક કામ લઉં છુ તે દેવુ ચૂકવવા માટે લઉં છું. મને ઘણીવાર એટલુ ખરાબ લાગે છે કે હું મારા અને પરિવારને શું આપુ છું. જો મારી જગ્યાએ બીજુ કોઇ હોત તો તે આત્મહત્યા કરી લેતુ.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે એક્ટર કરણવીર બોહરા ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે. તેને કેરિયરની શરૂઆત 1990માં રિલીઝ થયેલી ફિલ્મ તેજાથી કરી હતી. ત્યારબાદે તેને ટીવી સીરિયલોમાં કામ કર્યુ હતુ. તેને કુમ કુમ ભાગ્ય, કુબુલ અને નાગિન 2 જેવી સીરિયલોમાં પણ કામ કર્યુ છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram