રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં બિઝી છે. આ બન્નેની રિલેશનશિપ પણ બી ટાઉનમાં ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં રણબીરે એ વાત પણ કબૂલ કરી હતી કે તેને આલિયા પ્રત્યે ક્રશ છે.
2/5
આ ઉપરાંત રણબીર અને માહિરા પણ સિગારેટ પીતા ક્લિક થયાં હતાં. તે સમયે આ ઘટના ટોક ઓફ ધ ટાઉન રહી હતી.
3/5
રણબીર કપૂરે જણાવ્યું હતું કે, મને સિગારેટનું એટલું એડિક્શન હતું કે મારે ઓસ્ટ્રિયા જવું પડ્યું હતું. ઓસ્ટ્રિયામાં ડોક્ટરે મને કાનમાં ઈન્જેક્શન્સ આપ્યાં હતાં. જેથી મને સિગારેટની કુટેવ છોડવામાં મદદ મળે.
4/5
જ્યારે રણબીર કપૂર પંદર વર્ષનો હતો ત્યારથી જ તેને નિકોટીનનું સખત એડિક્શન હતું. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે, ‘મેં ચાર મહિના પહેલા જ સ્મોકિંગ છોડ્યું છે. આ પછી મેં છેલ્લા મહિનામાં ફરી સિગારેટ ચાલુ કરી છે. જોકે, હવે હું માત્ર દિવસની એક કે બે જ સીગારેટ પીઉં છું. મને ફરી લત લાગવાનો ડર લાગે છે કારણકે હું પંદર વર્ષનો હતો ત્યારે જ મને નિકોટીનની લત લાગી હતી.’
5/5
નવી દિલ્હીઃ બોલિવૂડમાં હાલમાં રણબીર કપૂર ચર્ચામાં છે. એક બાજુ પોતાની ફિલ્મ સંજૂને કારણે ચર્ચામાં છે તો બીજી બાજુ પોતાની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ માટે પણ ચર્ચામાં છે. એક બાજુ તેના અફેરના અહેવાલ આવી રહ્યા છે તો બીજી બાજુ તેની ફિલ્મના ટ્રેલરના સમાચરા. બન્ને અહેવાલને લઈને હાલમાં રણબીર છવાઈ ગયો છે. ફિલ્મ ‘સંજૂ’ માટે રણબીર કપૂરે કરેલી મહેનત ટ્રેલરમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. જોકે, ફિલ્મમાં તેના કેરેક્ટરની જેમ જ રિયલ લાઈફમાં રણબીર કપૂરને પણ એડિક્શન હતું.