શોધખોળ કરો

ગુજરાતી એક્ટ્રેસ દીક્ષા જોશી સહિત કઈ ત્રિપુટી થઈ કોરોના સંક્રમિત? જાણો વિગત

બોલીવૂડની સાથે સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ગુજરાતી એક્ટ્રેસ દીક્ષા જોશી, એક્ટર હેમાંગ દવે અને મિત્ર ગઢવીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે. ત્યારે બોલીવૂડની સાથે સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ગુજરાતી એક્ટ્રેસ દીક્ષા જોશી, એક્ટર હેમાંગ દવે અને મિત્ર ગઢવીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. 

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ અંગે માહિતી આપી છે. તેણે માહિતી આપતાં જણાવ્યું હતું કે,  હું અત્યારે કોવિડ પોઝીટીવ છું અને ડોક્ટરે મને મહેનત ન કરવાની સૂચના આપી છે. દીક્ષા હવે તેના ઘરે અલગ છે અને તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરી રહી છે. તેના ઉદ્યોગના ઘણા મિત્રો અને સહકર્મીઓ તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. વ્યવસાયિક રીતે, દીક્ષા જોશીએ તાજેતરમાં ડૉ. દર્શન અશ્વિન ત્રિવેદીની રિલેશનશિપ ડ્રામા ફિલ્મ 'લકીરો' માટે કામ કર્યું છે. આ ફિલ્મમાં રૌનક કામદાર, શિવાની જોશી, નેત્રી ત્રિવેદી મુખ્ય ભૂમિકામાં છે. વધુમાં તે ચંદ્રેશ ભટ્ટ દ્વારા નિર્દેશિત અનટાઈટલ્ડ લવ સ્ટોરીમાં જોવા મળશે. આ ફિલ્મમાં ગૌરવ પાસવાલા, એશા કંસારા અને અન્ય કલાકારો છે.

ગુજરાતી એક્ટર હેમાંગ દવેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. હેમાંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને પોતે પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. તેમે કહ્યું હતું, 'મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે. મહેરબાની કરીને સાવચેત રહો. છેલ્લાં બે-ત્રણ દિવસમાં મારા સંપર્કમાં આવનારા તમામ લોકો ટેસ્ટ કરાવે. એવા કોઈ લક્ષણો નથી, પરંતુ આ ઘણો જ ચેપી છે તેથી જ સાવેચત રહો.' હેમાંગ દવે 'મેડલ' ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મને ધવલ શુક્લએ ડિરેક્ટ કરી છે અને ફિલ્મમાં મૌલિક નાયક, જયેશ મોરે, કિંજલ રાજપ્રિયા છે.

આ સિવાય 'છેલ્લો દિવસ' ફૅમ એક્ટર મિત્ર ગઢવીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મિત્ર ગઢવીએ સોશિય મીડિયા પર આ જાણકારી આપી છે. 'હેલ્લો, પહેલી જાન્યુઆરીએ મારો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવું વર્ષ, નવા પડકારો. મને લાગે છે કે મને તાવ, બેક પેઇન, ગળામાં દુખાવો અને મને ખ્યાલ નથી કે હળવા લક્ષણો છે કે નહીં, તો મહેરબાની કરીને તમે જાતે કંઈ પણ ધારી ના લેતા કે હું આમ કહેવા માગું છું. હાલમાં મારી તબિયત ઠીક છે અને હું આઇસોલેટેડ છું. મારા ડૉક્ટરે આપેલા તમામ પ્રોટોકોલનું પાલન કરું છું. સાવેચત રહો. માસ્ક પહેરો.'

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ 5 જિલ્લામાં આજે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Rain Update:સુરતના ઉમરપાડામાં 5 ઇંચ તૂટી પડ્યો વરસાદ, છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસ્યાં મેઘરાજા

આજનું હવામાનઃ આજે રાજ્યના 5 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આજની આગાહી શું છે

International Kissing Day 2024: એક બે નહીં, ઘણી પ્રકારની હોય છે કિસ, આંતરરાષ્ટ્રીય કિસિંગ ડે પર જાણી લો દરેકનો અર્થ

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલીHu to Bolish | હું તો બોલીશ | કોની ચેલેન્જમાં કેટલો દમ?Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈJunagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ 5 જિલ્લામાં આજે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના આ 5 જિલ્લામાં આજે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain Update:સુરતના ઉમરપાડામાં 5 ઇંચ તૂટી પડ્યો વરસાદ, છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસ્યાં મેઘરાજા
Rain Update:સુરતના ઉમરપાડામાં 5 ઇંચ તૂટી પડ્યો વરસાદ, છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસ્યાં મેઘરાજા
આજનું હવામાનઃ આજે રાજ્યના 5 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આજની આગાહી શું છે
આજનું હવામાનઃ આજે રાજ્યના 5 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આજની આગાહી શું છે
International Kissing Day 2024: એક બે નહીં, ઘણી પ્રકારની હોય છે કિસ, આંતરરાષ્ટ્રીય કિસિંગ ડે પર જાણી લો દરેકનો અર્થ
International Kissing Day 2024: એક બે નહીં, ઘણી પ્રકારની હોય છે કિસ, આંતરરાષ્ટ્રીય કિસિંગ ડે પર જાણી લો દરેકનો અર્થ
Reliance IPO: મુકેશ અંબાણી અંબાણી લાવશે દેશનો સૌથી મોટો IPO, LICનો પણ તૂટશે રેકોર્ડ

Ahmedabad: રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના ભોગ બનનારાના પરિવારો સાથે કરશે મુલાકાત

IND vs ZIM: આજે ઝિમ્બાબ્વે સિરીઝની પ્રથમ મેચ રમશે ટીમ ઈન્ડિયા, જાણો કેવી હોઈ શકે છે પ્લેઇંગ XI

Weather Updates: વરસાદથી સ્થિતિ બગડશે! યુપી બિહાર સહિત 11 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જારી, જાણો આજનું હવામાન કેવું રહેશે

Embed widget