શોધખોળ કરો
Advertisement
ટાઈગર શ્રોફની પોલીસે કરી ધરપકડ? ફિલ્મ બાગી-3ની તસવીરો થઈ લિક
આ તસવીરમાં ટાઈગર શ્રોફ પોલીસની ગાડીમાં બેઠેલો જોવા મળી રહ્યો છે અને તેની આ તસવીર આગામી ફિલ્મ બાગી 3ની છે.
મુંબઈ: બોલિવૂડમાં ડાન્સિંગ સ્કિલ્સથી પોતાની આગવી ઓળખ બનાવનાર અભિનેતા ટાઈગર શ્રોફની હાલમાં જ એક તસવીર વાયરલ થતાં જ ચર્ચામાં આવ્યો છે. આ તસવીરમાં ટાઈગર શ્રોફ પોલીસની ગાડીમાં બેઠેલો જોવા મળી રહ્યો છે અને તેની આ તસવીર આવગામી ફિલ્મ બાગી 3ની છે.
ફિલ્મ બાગી-3ના સેટ પરથી આ તસવીરો લિક થઈ છે. આ તસવીરોને ટાઈગરની એક ફેન ક્લબે શેયર કરી છે. આ તસવીરો સિવાય એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં બાગી 3ના સેટ પર ફેન્સની મોટી ભીડ જોવા મળી રહી છે.
ટાઈગર શ્રોફની બાગી ફેંચાઈઝીની આ ત્રીજી ફિલ્મ છે જે જબરદસ્ત એક્શનથી ભરપૂર હશે. આ ફિલ્મની તૈયારી લાંબા સમયથી ચાલી રહી છે અને હવે આ ફિલ્મની શૂટિંગ શરૂ થઈ ગયું છે. બાગીમાં આ વખતે ટાઈગર અને શ્રદ્ધા કપૂર સાથે દિશા પટની પણ જોવા મળશે. બાગી 3નું શૂટિંગ રાજસ્થાનના જયપુરમાં ચાલી રહ્યું છે અને હાલ સોશિયલ મીડિયામાં શૂટિંગની અનેક તસવીરો સામે આવી છે.Riteish Deshmukh and Tiger Shroff on the set of #Baaghi3 in Jaipur pic.twitter.com/10kdXEopDn
— RiteishD 24x7 (@Riteishdfc) January 5, 2020
વધુમાં જે તસવીરો સામે આવી છે તે જોઇને લાગે છે કે બાગીમાં ટાઈગર શ્રોફની સાથે રિતેશ દેશમુખ પણ મહત્વનો રોલ ભજવશે. બાગી 3માં રીતિશ પોલીસના રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન અહમદ ખાને કર્યું છે. ફિલ્મ રોમાન્સ અને એક્શનથી ભરેલી છે અને ફિલ્મમાં આશુતોષ રાણા, ચંકી પાંડે અને અંકિતા લોખંડે પણ જોવા મળશે.. @iTIGERSHROFF and @Riteishd on the sets of #Baaghi3... They are currently shooting the film's last schedule in Jaipur... @ShraddhaKapoor is expected to join the sets from today! pic.twitter.com/zw2UlcCQQ0
— Rahul Raut (@Rahulrautwrites) January 7, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
દેશ
Advertisement