શોધખોળ કરો
Advertisement
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં આ પાત્ર ફરી જોવા મળશે, કોરોના વાયરસના એપિસોડનું કર્યું શૂટિંગ
હાલમાં દેશ અને દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાયેલો છે. એવામાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ કોરોના વાયરસને લગતાં એપિસોડ બતાવવામાં આવી રહ્યા છે.
મુંબઈ: 'ટીવી અભિનેત્રી પ્રિયા આહુજા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલની રિટા રિપોર્ટર તરીકે જાણીતી છે. આ સીરિયલ સાથે પહેલાથી જોડાયેલી રિટા રિપોર્ટર છેલ્લા ઘણાં મહિનાથી ટીવીથી દૂર હતી. પ્રિયા મેટરનિટી લીવ પર હતી. નવેમ્બર 2019માં પ્રિયાએ એક દીકરાને જન્મ આપ્યો છે. હવે દીકરાના જન્મ બાદ પ્રિયા ફરીથી કામે લાગી ગઈ છે. મેટરનિટી લીવ પૂરી કરીને ‘રિટા રિપોર્ટર’ ફરીથી ‘બ્રેકિંગ ન્યૂઝ’ આપવા તૈયાર થઈ ગઈ છે.
હાલમાં દેશ અને દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાયેલો છે. એવામાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ કોરોના વાયરસને લગતાં એપિસોડ બતાવવામાં આવી રહ્યા છે. સીરિયલ દ્વારા લોકોમાં કોરોના વાયરસ સામે જાગૃતિ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એ જ સંદર્ભમાં હવે ‘રિટા રિપોર્ટર’ જવાબદાર પત્રકાર તરીકે રિપોર્ટિંગ કરતી જોવા મળશે. પ્રિયાએ આ એપિસોડનું શૂટિંગ શરૂ કરી દીધું છે. જેની ઝલક પ્રિયાના પતિ અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ડાયરેક્ટર માલવ રાજદાએ શેર કરી હતી.
ઈન્સ્ટાગ્રામ પર માલવે એક વીડિયો શેર કર્યો હતો જેમાં રિટા રિપોર્ટર પોતાના અંદાજમાં બ્રેકિંગ ન્યૂઝ આપતી જોવા મળી છે. માલવે વીડિયો શેર કરતાં લખ્યું હતું કે, મેટરનિટી બ્રેક બાદ રિટા પરત ફરી છે. જ્યારે તે મારા આદેશ માને છે ત્યારે બહુ સારું લાગે છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર પ્રિયા ફરીથી જોવા મળતાં પતિ માલવ રાજદા ખૂબ ખુશ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પ્રિયા અને માલવની મુલાકાત ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર જ થઈ હતી. બંનેએ નવેમ્બર 2011માં લગ્ન કર્યા હતા. લગ્નના 8 વર્ષ બાદ કપલના ઘરે દીકરા અરદાસનો જન્મ થયો હતો. હાલ તો માલવ અને પ્રિયા બંને દીકરા સાથે યાદગાર સમય વિતાવી રહ્યા છે. બંને અવારનવાર સોશિયલ મીડિયા પર દીકરાની તસવીરો શેર કરતાં રહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
સમાચાર
આરોગ્ય
Advertisement