શોધખોળ કરો
‘Twilight’ ફેમ એક્ટર ગ્રેગરી ટાયરે અને તેની ગર્લફ્રેન્ડ ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા
એક્ટર ગ્રેગરી ટાયરે 13 મેના રોજ તેમની ગર્લફ્રેન્ડ સાથે લૉસ વેગાસ સ્થિત ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.

નવી દિલ્હી: 2008માં આવેલી ફિલ્મ ‘Twilight’ ફેમ એક્ટર ગ્રેગરી ટાયરેનું નિધન થઈ ગયું છે. ગ્રેગરી માત્ર 30 વર્ષનો જ હતો, તે અને તેમની ગર્લફ્રેન્ડ સાથે લૉસ વેગાસ સ્થિત ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ સમાચારથી ઈન્ડસ્ટ્રી અને તેમના ફેન્સમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. સોશિયલ મીડિયા તેમના ફેન્સ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અહેવાલ અનુસાર ગ્રેગરી ટાયરે સાથે તેમની ગર્લફ્રેન્ડ નટાલી પણ 13 મેના રોજ સાંજે પાંચ વાગ્યાની આસપાસ મૃત હાલતમાં મળી આવી હતી. હાલ બન્નેના મોતનું કારણ સામે આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, 2008માં આવેલી ફિલ્મ ટ્વાઈલાઈટથી ગ્રેગરીને વધુ લોકપ્રિયતા મળી હતી. ટ્વાઈલાઈટ સીરીઝના એક્ટર એડી ગાથેગીએ પણ ગ્રેગરીના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરી કે, ‘ટ્વાઈલાઈટના પોતાના નાના ભાઈ ગ્રેગરી ટાયરે બોયેસ અને તેમની ગર્લફ્રેન્ડના નિધન દુખી છું. તેઓ ખૂબજ યુવા હતા, દુખના દિવસો, બન્નેની આત્માને શાંતિ મળે.’ ગ્રેગોરીની 10 વર્ષની દિકરી પણ છે, જેમનું નામ અલાયા છે.
વધુ વાંચો





















