ફિલ્મ નિર્માતાએ મારી પાસે બળજબરીથી સેક્સી સીન કરાવ્યો, મે ના પાડી તો મને....... - કોઇ હૉટ એક્ટ્રેસે કર્યો ખુલાસો
ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા ઉર્ફી જાવેદને જાવેદ અખ્તરની સંબંધી બતાવવામાં આવી હતી, જોકે બાદમાં જાવેદ અખ્તરે કહ્યું કે એક્ટ્રેસ સાથે તેને કોઇ લેવાદેવા નથી.
Bigg Boss OTT Contestent Urfi Javed: બિગ બૉસ ઓટીટી (Bigg Boss OTT)થી ચર્ચામાં છવાઇ ગયેલી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ (Urfi Javed) અવારનવાર કોઇના કોઇ કારણોસર સમાચારોમાં ચમકતી રહે છે. સોશ્યલ મીડિયા તે ખુબ એક્ટિવ રહે છે. તેને એક ઇન્ટરવ્યૂમાં બતાવ્યુ કે, કોઇએ તેને સેક્સી સીન કરવા માટે મજબૂત કરી હતી. ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા ઉર્ફી જાવેદને જાવેદ અખ્તરની સંબંધી બતાવવામાં આવી હતી, જોકે બાદમાં જાવેદ અખ્તરે કહ્યું કે એક્ટ્રેસ સાથે તેને કોઇ લેવાદેવા નથી.
ફિલ્મ મેકરે ધમકાવી-
એક ઇન્ટરવ્યૂમાં તાજેતરમાં જ ઉર્ફી જાવેદે કેટલાય સવાલોના જવાબો આપ્યા. આ દરમિયાન ઉર્ફીએ કહ્યું કે, તેને પહેલા દિવસનુ શૂટિંગ કર્યા બાદ જ સેક્સી સીન કરવા માટે મજબૂર કરવામાં આવી હતી. તે દરમિયાન ઉર્ફી જાવેદના મનમાં આત્મહત્યાનો વિચાર આવવા લાગ્યો હતો. ઉર્ફી જાવેદે તેના બીજા દિવસે શૂટિંગ પર જવાનો ઇનકાર કરી દીધો. ત્યારે ફિલ્મ મેકર તેને ધમકી આપતા 40 લાખ રૂપિયાની માંગ કરવા લાગ્યો હતો.
કેટલાક લોકો કરે છે નફરત -
ઇન્ટરવ્યૂ દરમિયાન ઉર્ફી જાવેદે પુછવામા આવ્યુ કે તેને આટલો બધો પ્રેમ મળી રહ્યો છે કે તેના પર ગર્વ અનુભવાય છે. ઉર્ફીએ આ સવાલનો જવાબ આપતા કહ્યું કે, બહુ લોકોએ મારી બિગ બૉસની જર્ની અને મને પસંદ કરી રહ્યાં છે. વળી, કેટલાક લોકો એવા પણ છે કે તેને બિલકુલ પણ પસંદ નથી કરતા. પરંતુ તે જ લોકો જ્યારે સામે આવશે તો સેલ્ફી લેશે, ઓટોગ્રાફ માંગશે. જેમ કે શાહરૂખ ખાનન કેટલાય લોકો ટ્રૉલ કરી રહ્યાં છે, જ્યારે સામે આવે છે તો સેલ્ફી માટે પડાપડી કરવા લાગે છે.
કોણ છે ઉર્ફી જાવેદ -
ઉલ્લેખનીય છે કે, ઉર્ફી જાવેદ લખનઉની રહેવાસી છે, અને તેને વર્ષ 2016માં પોતાની કેરિયરની શરૂઆત બડૈ ભૈયા કી દુલ્હનિયા શૉમાં અવનિ પંતની ભૂમિકા નિભાવીને કરી હતી. વળી, 2016માં સ્ટાર પ્લસના શૉ ચંદ્ર નંદનીમાં ઉર્ફી જાવેદે છાયાની ભૂમિકા નિભાવી હતી. મેરી દુર્ગામાં ઉર્ફી આરતીની ભૂમિકામાં દેખાઇ હતી. આ ઉપરાંત સાત ફેરો કી હેરા ફેરી, બેપનાહ, જીજી માં, ડાયન, યે રિશ્તા ક્યા કહલાતા હૈ અને કસૌટી જિંદગી કે માં પણ ઉર્ફી જાવેદે કામ કર્યુ છે.