શોધખોળ કરો
બોલીવુડની પ્રથમ પ્લાસ્ટિક ફ્રી ફિલ્મ બનશે ‘કૂલી નંબર 1’, પીએમ મોદીએ પ્રશંસા કરીને કહ્યું આમ, જાણો વિગત
સારા અલી ખાન અને વરુણ ધવનની આગામી ફિલ્મ ‘કૂલી નં 1’ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કર્યો હોય તેવી બોલીવુડની પ્રથમ ફિલ્મ બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ માટે ફિલ્મના મેકર્સ સહિત સમગ્ર ટીમની પ્રશંસા કરી છે.

નવી દિલ્હીઃ સારા અલી ખાન અને વરુણ ધવનની આગામી ફિલ્મ ‘કૂલી નં 1’ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કર્યો હોય તેવી બોલીવુડની પ્રથમ ફિલ્મ બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ માટે ફિલ્મના મેકર્સ સહિત સમગ્ર ટીમની પ્રશંસા કરી છે.
એક સપ્ટેમ્બરે વરુણ ધવને ટ્વિટ કરીને ફિલ્મના સેટને પ્લાસ્ટિક ફ્રી કરવાની વાત કરી હતી. આજે પીએમ મોદીએ તેના ટ્વિટને ક્વોટ કરીને ટીમની પ્રશંસા કરી. મોદીએ લખ્યું, એન્ટરટેઈનમેન્ટ જગતના લોકો પણ દેશને પ્લાસ્ટિક ફ્રી બનાવવામાં યોગદાન આપી રહ્યા છે તે જોઈને સારું લાગી રહ્યું છે.
ફિલ્મની પ્રોડ્યુસર દીપશિખા દેશમુખે કહ્યું, ‘કૂલી નં 1’માં પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાનો એક નાનકડો પ્રયાસ છે અને અમને આશા છે ક પ્લાસ્ટિકથી થનારા પ્રદૂષણને હરાવવા માટે અન્યને પ્રેરણા આપશે. તેમણે આને શક્ય બનાવવા માટે ‘કૂલી નં 1’ની ટીમનો આભાર પણ માન્યો હતો.Superb gesture by the team of #CoolieNo1! Happy to see the film world contributing towards freeing India from single use plastic. https://t.co/bPXFgHz2I4
— Narendra Modi (@narendramodi) September 12, 2019
આ ફિલ્મ ગોવિંદા અને કરિશ્મા કપૂરની વર્ષ 1995માં આવેલી સુપરહિટ ફિલ્મ કૂલી નંબર 1ની રિમેક છે. તેનું શૂટિંગ શરૂ થઈ ચુક્યું છે. આ ફિલ્મનું નિર્દેશન ડેવિડ ધવને કર્યું હતું. ફિલ્મમાં ગોવિંદાની સાથે કરિશ્મા કપૂર, કંચન, કાદર ખાન, શક્તિ કપૂર જેવા કલાકારો હતા.Thank u Shri @narendramodi ji for noticing our efforts 🙏🙏 Such an honor to get validation from you @PMOIndia #coolieNo1 #singleuseplasticfree https://t.co/BYppBYsufu
— Deepshikha DDeshmukh (@honeybhagnani) September 12, 2019
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાએ જ અમદાવાદના રોડ રસ્તાની બિસ્માર હાલત પર ઉઠાવ્યા સવાલ, જાણો વિગતે હવામાન વિભાગે કરી મોટી આગાહી, આ તારીખથી ચોમાસુ ગુજરાતમાંથી લેશે વિદાય, જાણો વિગતે ‘ઢબુડી મા’ ધનજી ઓડ મોડી રાતે પેથાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયો, પોલીસે જવાબ લઈ જવા દીધો
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
ગુજરાત
Advertisement