Watch: પૈરાગ્લાઈડીંગ કરી રહેલા શખ્સે ગીધને લિફ્ટ આપી, જુઓ ગીધ સાથેની રોમાંચક હવાઈ મુસાફરીનો વીડિયો
એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પેરાગ્લાઈડિંગ દરમિયાન એક વ્યક્તિ સાથે ગીધ પણ આવે છે અને ગીધ પેરાગ્લાઈડિંગની મજા માણે છે.
Trending News: ખતરનાક રમતોના શોખીન લોકો સાહસથી ભરપૂર અનેક પ્રકારની રમતોમાં ભાગ લેતા જોવા મળે છે. આ દરમિયાન રેકોર્ડ કરવામાં આવતા વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થતા હોય છે. તાજેતરમાં જ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પેરાગ્લાઈડિંગ દરમિયાન એક વ્યક્તિ સાથે ગીધ પણ આવે છે અને ગીધ પેરાગ્લાઈડિંગની મજા માણે છે.
જમીન પર જોવા મળતા હિંસક પ્રાણીઓની જેમ, શિકારી પક્ષીઓ પણ ખૂબ જ ખતરનાક છે, જે તેમના પંજા અથવા ચાંચના એક જ પ્રહારથી મનુષ્યને ઘાયલ કરી શકે છે. આવી સ્થિતિમાં આ પક્ષીઓ પાસે જવું જોખમ ભરેલું છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે તે જોતા એવું લાગતું નથી.
વીડિયોમાં પેરાગ્લાઈડિંગ દરમિયાન એક વ્યક્તિ આકાશની ઊંચાઈ પર ગીધની નજીક ઉડતો અને પછી તેને લિફ્ટ આપતો જોવા મળે છે. વીડિયોમાં, પેરા ગ્લાઈડરની નજીક આવતાં, આકાશમાં તેની પાંખો ફેલાવીને ગર્વથી ઉડતું એક ગીધ તે વ્યક્તિના પેરાગ્લાઈડર પર બેઠું છે.
View this post on Instagram
વીડિયો જોયા બાદ ઘણા યુઝર્સ રોમાંચિત થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર શેર કર્યા પછી, આ વીડિયોને 1.2 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. મોટાભાગના યુઝર્સ ગીધની પાંખો ફેલાવીને ઉડવાની રીતથી પ્રભાવિત થયા છે, જ્યારે ઘણા લોકો તેને જીવનભર ના ભૂલી શકાય તેવી ક્ષણ ગણાવી છે.