શોધખોળ કરો
Advertisement
‘બ્રેસ્ટફીડિંગ વિક’ પર અભિનેત્રી સમીરા રેડ્ડીએ શું કહ્યું? તમે પણ જાણો
‘બ્રેસ્ટફીડિંગ વિક’ પર અભિનેત્રી સમીરા રેડ્ડીએ શું આપ્યો મેસેજ? તમે પણ જાણો
મુંબઈ: બોલિવૂડની જાણીતી અભિનેત્રી સમીરા રેડ્ડી હાલમાં બીજી વખત માતા બની છે. પ્રેગ્નેન્સી દરમિયાન સમીરા રેડ્ડી સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. તેણે તેનાં ખોળાંથી લઈને પ્રેગ્નેન્સી ફોટોશૂટ અને ત્યાર બાદ તેનાં બેબીની પહેલી તસવીર બધું જ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.
આ તમામ તસવીરો વાયરલ થઈ છે. હવે તે તેનાં પાવરફૂલ વીડિયોને લઈને પણ ચર્ચામાં છે. તેણે આ વીડિયો દ્વારા એક સ્ટ્રોંગ મેસેજ શેર કર્યો છે. સમીરાને આ વીડિયો પર સારી કોમેન્ટ પણ આવી રહી છે અને લોકોનો ભરપૂર સપોર્ટ મળી રહ્યો છે.
સમીરાએ વર્લ્ડ બ્રેસ્ટફિડિંગ વીક એટલે કે ‘આંતરરાષ્ટ્રીય સ્તનપાન સપ્તાહ’ પર પુત્રીની સાથે એક તસવીર શેર કરી છે. આ સાથે જ તેણે ન ફક્ત માતાઓ માટ પણ પિતાઓ માટે ઘણાં જરૂરી મેસેજીસ લખ્યાં છે. તેણે આ તસવીર શેર કરવાની સાથે લખ્યું છે કે, સાંભળો નવાં પિતા અને પ્રિયજનો, આ વર્લ્ડ બ્રેસ્ટફીડિંગ વીક છે અને આ પોસ્ટ આપને તે કહેવા માટે છે કે, આપ આપનાં બાળકની માતાનાં સૌથી મોટા સપોર્ટર અને પ્રોત્સાહન છો.
આ ઉપરાંત સમીરાએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે આ બ્રેસ્ટફીડિંગ વિક પર ઘણાં વીડિયો અને પોસ્ટ દ્વારા નવા માતા-પિતા સાથે જોડાયેલી રહેશે અને તેમને મહત્વપૂર્ણ વાતો શેર કરશે. સમીરા ઉપરાંત નેહા ધૂપિયા પણ વર્લ્ડ બ્રેસ્ટફિડિંગ વિક સમયે એક કેમ્પેઇન લોન્ચ કર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement