શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
અમદાવાદની હોટલમાં બોલિવૂડની કઈ અભિનેત્રીના બ્રેકફાસ્ટમાં ઈયળો નીકળી? જાણો વિગત
આ વીડિયો મીરા ચોપરાએ ટ્વિટર પર શેર કર્યો હતો. આ વીડિયોને શેર કરતાં મીરાએ ફરિયાદ કરી હતી. પ્લેટમાં ખાવાની વસ્તુ રાખી છે જેની આસપાસ ઈયળો ફરી રહી છે જે વીડિયો સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
મુંબઈ: અભિનેત્રી અભિનેત્રી મીરા ચોપરા હાલ એક જોરદાર વીડિયોને કારણે ચર્ચામાં છે. આ વીડિયો મીરા ચોપરાએ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જે ગણતરીની મીનિટોમાં જ વાયરલ થયો હતો. મહત્વની વાત છે કે, આ વીડિયો દ્વારા મીરા લક્ઝુરિયસ હોટલમાં મળતાં ખાવાની પોલ ખોલી નાખી છે. આ વીડિયોમાં મીરા બ્રેકફાસ્ટ બતાવી રહી છે જેમાં ઈયળ જોવા મળી હતી.
આ વીડિયો મીરા ચોપરાએ ટ્વિટર પર શેર કર્યો હતો. આ વીડિયોને શેર કરતાં મીરાએ ફરિયાદ કરી હતી. પ્લેટમાં ખાવાની વસ્તુ રાખી છે જેની આસપાસ ઈયળો ફરી રહી છે જે વીડિયો સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. વીડિયોમાં મીરા કહી રહી છે કે, આ સમયે ડબલ ટ્રી હેલ્ટન હોટલ, અમદાવાદમાં છું, મેં બ્રેકફાસ્ટ મંગાવ્યો હતો, ખાવાનાની સાથે મને ઈયળો પણ મળી છે.
મીરા આગળ કહી રહી છે અમે આટલી મોંઘી હોટલમાં રહીએ છીએ અને ખાવાનું મંગાવીએ છીએ અને ઈયળો મળી રહી છે. હું આ હોટલમાં એક અઠવાડિયાથી રહું છું. જ્યારથી આ હોટલમાં આવી છું ત્યારથી બીમાર છું. હવે મને તેની પાછળનું કારણ ખબર પડી ગયું છે.
મીરાના આ વીડિયો પર યુઝર્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. આ પહેલો કેસ નથી જ્યારે કોઈ ફિલ્મી સ્ટારે આવી ફરિયાદ સોશિયલ મીડિયા પર કરી હોય.Staying in @DoubleTree ordered food and got worm in it. @fssaiindia plz have a look. We r paying a bomb to stay in dese places and dey serve us worms in my food. I want some immediate action to be taken on this. Guys lets make this trend and people know!! pic.twitter.com/hGTY6D9ck2
— meera chopra (@MeerraChopra) August 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion