શોધખોળ કરો

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોણ જીતશે તે પ્રશ્ન દરેકના મનમાં છે. જો કે ચૂંટણીમાં અનેક પક્ષો પોતપોતાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે.

Haryana Exit Poll Result 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોણ જીતશે તે પ્રશ્ન દરેકના મનમાં છે. જો કે ચૂંટણીમાં અનેક પક્ષો પોતપોતાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. કોંગ્રેસ 10 વર્ષ પછી પુનરાગમન કરવાની આશા રાખી રહી છે, જ્યારે સત્તાધારી ભાજપ દાવો કરી રહ્યું છે કે તે 8 ઓક્ટોબરે જીતની હેટ્રિક લગાવશે. 

ધ્રુવ રિસર્ચના સર્વેમાં ચોંકાવનારા આંકડા

ધ્રુવ રિસર્ચના સર્વેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. હરિયાણામાં બહુમત સાથે કોંગ્રેસની સરકાર બની શકે છે. સર્વે અનુસાર હરિયાણાની 90 વિધાનસભા સીટોમાંથી લગભગ 57 સીટો  કૉંગ્રેસ જીતવાની આશા છે. તેમાં ભૂલનું માર્જીન (પ્લસ  માઈનસ) 5 સીટ છે. ધ્રુવ રિસર્ચના પોલમાં કોંગ્રેસને પૂર્ણ બહુમતી મળતી દેખાઈ રહી છે, જ્યારે ભાજપને 27 બેઠકો મળતી જોવા મળી રહી છે. અન્યોને પણ સર્વેમાં 6 બેઠકો મળી રહી છે.

Congress+: 57
BJP: 27
Others: 6

મેટ્રિઝ એક્ઝિટ પોલ્સ

મેટ્રિઝ એક્ઝિટ પોલ્સે ભાજપ માટે રાહતનો શ્વાસ લીધો છે. સર્વે અનુસાર હરિયાણાની 90 વિધાનસભા સીટોમાંથી ભાજપ લગભગ 62 સીટો પર આગળ છે.  મતદાન અનુસાર કોંગ્રેસને 18 થી 24 બેઠકો મળી શકે છે. આ સિવાય જેજેપીને પણ 3 અને અન્યને 2-5 બેઠકો મળી શકે છે.

ઈન્ડિયા ટીવી એક્ઝિટ પોલ

ઈન્ડિયા ટીવીના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ હરિયાણામાં મોટા માર્જિન સાથે સરકાર બનાવવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સર્વે અનુસાર ભાજપ 19 થી 29 સીટો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 44 થી 54 સીટો પર આગળ છે. આ સિવાય અન્યોને 5 થી 16 બેઠકો મળી શકે છે.

પીપુલ્સ પલ્સ સર્વે

પીપુલ્સ પલ્સ સર્વે મુજબ હરિયાણામાં કોંગ્રેસ 55 સીટો પર આગળ છે. સાથે જ ભાજપ 26 બેઠકો પર સીમિત જણાય છે. આ સિવાય સર્વે મુજબ INLDને 2 થી 3 અને અન્યને 4-6 બેઠકો મળી શકે છે.

દૈનિક ભાસ્કર સર્વે

આ એક્ઝિટ પોલ 10 વર્ષ બાદ હરિયાણામાં કોંગ્રેસની વાપસી દર્શાવે છે. રાજ્યમાં ભાજપને 15-29, કોંગ્રેસને 44-54 બેઠકો મળતી જોવા મળી રહી છે. જેજેપી ગઠબંધનને 1 બેઠક, INLD ગઠબંધનને 1-5 બેઠકો અને અન્યને 4-9 બેઠકો મળી રહી છે.

રાજ્યમાં 90 વિધાનસભા બેઠકો છે જેના પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. જ્યારે INLD-BSP અને JJP-ASP એ ગઠબંધન હેઠળ ઉમેદવારો ઉભા રાખ્યા છે. રાજ્યમાં કુલ 1031 ઉમેદવારો મેદાનમાં છે. અહીં મહિલા ઉમેદવારોની સંખ્યા 101 છે. જ્યારે INLD-BSP અને JJP-ASP પણ જીતનો દાવો કરી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે તેને હરિયાણામાં આપને એટલી સીટો મળશે કે તેમના સમર્થન વિના કોઈપણ પાર્ટી માટે સરકાર બનાવવી શક્ય નહીં બને.

હુડ્ડા અને સૈનીની બેઠકો પર નજર 

કોઈપણ પક્ષને બહુમતી માટે ઓછામાં ઓછી 46 બેઠકોની જરૂર છે પરંતુ ચૂંટણીમાં મુખ્ય ફોકસ લાડવા, ગઢી સાંપલા-કિલોઈ, એલનાબાદ, ઉચાના, અંબાલા કેન્ટ, કલાયાત અને જુલાના બેઠકો પર છે જ્યાંથી ક્રમશ:  સીએમ નાયબ સિંહ સૈની, કોંગ્રેસના ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, અભય સિંહ ચૌટાલા, દુષ્યંત ચૌટાલા, અનિલ વિજ, અનુરાગ ઢંડા અને વિનેશ ફોગાટ ઉમેદવાર છે. 

રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરાની ભારે ચર્ચા

ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા જનતાને ગેરંટી આપવામાં આવી હતી. કોંગ્રેસે એમએસપી અને મહિલાઓને દર મહિને 2,000 રૂપિયાની આર્થિક સહાય સહિત સાત ગેરંટી આપી છે, જ્યારે ભાજપે પણ મહિલાઓને દર મહિને 2100 રૂપિયા આપવાનું વચન આપ્યું છે. અગ્નવીર મુખ્ય ચૂંટણીનો મુદ્દો રહ્યો છે તેથી ભાજપે અગ્નિવીરને સરકારી નોકરી આપવાની ખાતરી આપી છે.

હરિયાણામાં ભાજપે 2019માં 40 બેઠકો જીતી હતી અને બહુમતીથી ઘણી દૂર હતી. તેણે JJP સાથે મળીને સરકાર બનાવી હતી, જેના 10 ઉમેદવારો જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા. જ્યારે કોંગ્રેસને 31 બેઠકો મળી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
X પર અશ્લિલ કંટેન્ટ સામે એકશન, 600 અકાઉન્ટ ડિલિટ, Elon Muskનો નિર્ણય
X પર અશ્લિલ કંટેન્ટ સામે એકશન, 600 અકાઉન્ટ ડિલિટ, Elon Muskનો નિર્ણય
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો 2 દિવસના સંપૂર્ણ કાર્યક્રમની ડિટેલ
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો 2 દિવસના સંપૂર્ણ કાર્યક્રમની ડિટેલ
Multibagger Stock: આ મલ્ટિબેગર સ્ટોક બની ગયો પૈસા છાપવાનું મશીન, આપ્યું 5700% રિટર્ન, રોકાણકારો થઈ ગયા માલામાલ
Multibagger Stock: આ મલ્ટિબેગર સ્ટોક બની ગયો પૈસા છાપવાનું મશીન, આપ્યું 5700% રિટર્ન, રોકાણકારો થઈ ગયા માલામાલ

વિડિઓઝ

Somnath Swabhiman Parv: સોમનાથમાં 108 અશ્વો સાથેની શૌર્ય યાત્રા બાદ PM મોદીએ મહાદેવની કરી પૂજા
PM Modi join Shaurya Yatra: 108 અશ્વ સાથેની શૌર્યયાત્રામાં જોડાયા PM મોદી
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીનું પાણી અને પુરી
Hun To Bolish : હું તો બોલીશ : આ ગુંડાગર્દીનો અંત ક્યારે ?
Somnath Swabhiman Parv: મહાદેવના સાનિધ્યમાં 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
X પર અશ્લિલ કંટેન્ટ સામે એકશન, 600 અકાઉન્ટ ડિલિટ, Elon Muskનો નિર્ણય
X પર અશ્લિલ કંટેન્ટ સામે એકશન, 600 અકાઉન્ટ ડિલિટ, Elon Muskનો નિર્ણય
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો 2 દિવસના સંપૂર્ણ કાર્યક્રમની ડિટેલ
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો 2 દિવસના સંપૂર્ણ કાર્યક્રમની ડિટેલ
Multibagger Stock: આ મલ્ટિબેગર સ્ટોક બની ગયો પૈસા છાપવાનું મશીન, આપ્યું 5700% રિટર્ન, રોકાણકારો થઈ ગયા માલામાલ
Multibagger Stock: આ મલ્ટિબેગર સ્ટોક બની ગયો પૈસા છાપવાનું મશીન, આપ્યું 5700% રિટર્ન, રોકાણકારો થઈ ગયા માલામાલ
અમેરિકાએ સીરિયા પર કર્યો ભીષણ હુમલો, ISISને બનાવ્યું નિશાન, હૉકઆઈ ઓપરેશન દ્રારા ટ્રમ્પનો કડક સંદેશ
અમેરિકાએ સીરિયા પર કર્યો ભીષણ હુમલો, ISISને બનાવ્યું નિશાન, હૉકઆઈ ઓપરેશન દ્રારા ટ્રમ્પનો કડક સંદેશ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
PM Modi Gujarat Visit Live: સોમનાથ પરાક્રમ અને વીરતાનું સાક્ષી: PM મોદી
PM Modi Gujarat Visit Live: સોમનાથ પરાક્રમ અને વીરતાનું સાક્ષી: PM મોદી
Embed widget