Gujarat : 6 કરોડ ગુજરાતીઓને અભિનેતા મલ્હાર ઠાકરે કેમ કરવી ભાવુક અપીલ? Video
Malhar Emotional Appeal : અમદાવાદના એસજી હાઇવે એક હિટ એન્ડ રન આ અકસ્માતમાં ગુજરાતી ફિલ્મ જગત સાથે સંકળાયેલા જપન ઠાકર નામના 26 વર્ષિય યુવકનું મૃત્યુ થયું હતું.
Malhar Emotional Appeal : અમદાવાદના એસજી હાઇવે એક હિટ એન્ડ રન આ અકસ્માતમાં ગુજરાતી ફિલ્મ જગત સાથે સંકળાયેલા જપન ઠાકર નામના 26 વર્ષિય યુવકનું મૃત્યુ થયું હતું. લગભગ રાત્રે દોઢ વાગ્યાની આપપાસ પૂરપાટ ઝડપે કાર ચલાવી કાર ચાલકે એક્ટિવાને પાછળના ભાગે ટક્કર મારી હતી. જેથી એક્ટિવા ચાલક નીચે પટકાયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધી કારચાલકની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને જાણીતા ગુજરાતી ફિલ્મ અભિનેતા મલ્હાર ઠાકરનો એક ઈમોશનલ વીડિયો વાયરલ થયો છે.
View this post on Instagram
માહિતી અનુંસાર અમદાવાદના એસજી હાઈવે પર સોલા ઓવરબ્રિજ સત્યમેવ કોમ્પ્લેક્સની સામે કારચાલકે એક એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી. જેથી એક્ટિવા ચાલક નીચે પટકાયો હતો. એક્ટિવાના આગળના ભાગે નુકસાન થયેલું જોવા મળ્યું હતું. પાછળથી કારની ટક્કર વાગતા આ અકસ્માત સર્જાયો હતો અને ગંભીર ઈજાઓ થતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. અકસ્માતમાં મૃત્યુ પામનાર આ યુવકનું નામ જપન ઠાકર હોવાનું સામે આવ્યું હતું. તેની ઉંમર માત્ર 27 વર્ષ હતી. જપન ગુજરાતી ફિલ્મ જગત સાથે સંકલાયેલો હતો. મૃતકના પરિવારજનને જાણ કરાતા પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. જપનના અકાળે મૃત્યુથી તેના પરિજનો પર આભ તુટી પડ્યું હતું.
ગુજરાતી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કાર્યરત જપન ઠાકર હાલમાં જ ગુજરાતી ફિલ્મ '3 એક્કા'ના શૂટિંગમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોડાયો હતો. જપન ઠાકર અને એક્ટર મલ્હાર ઠાકર ખાસ મિત્રો હોવાનું જાણવા મળે છે. જપન ઠાકરનું અકસ્માતમાં મોત થતાં એક્ટર મલ્હાર ઠાકરે ભારે દુ:ખ વ્યક્ત કરતો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
જપન ઠાકર ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા અભિનેતા મલ્હાર ઠાકરનો મિત્ર હોવાનું જાણવા મળે છે. નજીકના મિત્રની અકાળે વિદાયથી મલ્હાર ઠાકર ભારે દુ:ખી છે. આ પ્રકારના અકસ્માતને લઈને મલ્હાર ઠાકરે તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. વીડિયોમાં અભિનેતા મલ્હાર બેફામ વાહન હંકારતા લોકોને વિનંતી કરે છે કે, મહેરબાની કરી નિયમનું પાલન કરી સુરક્ષીત ડ્રાઈવિંગ કરો, જેથી કરીને નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ ના બને અને પોતાનો જીવ ના ગુમાવે. આ વીડિયોમાં અભિનેતા પોતાનો આક્રોશ પણ ઠાલવતો જોવા મળે છે.
ગુજરાતી ફિલ્મ જગતના જાણિતા અભિનેતા મલ્હાર ઠાકરનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. ઈન્ટાગ્રામ પરના આ વીડિયોને અત્યાર સુધીમાં 93 હજારથી પણ વધુ લોકો લાઈક્સ કરી ચુક્યા છે. તો કોમેન્ટ બોક્ષ રીતસરનું ઉભરાઈ ગયું છે.
મલ્હારને તેના નજીકના મિત્ર જપનના મોતના સમાચાર તે જ્યારે મુંબઈ ખાતે તેની અપકમિંગ ફિલ્મ 'શુભ યાત્રા'ના પ્રમોશનમાં વ્યસ્ત હતો ત્યારે મળ્યાં હતાં. આ સમાચાર મળતા જ અભિનેતા રીતસરનો ભાંગી પડ્યો હતો. અભિનેતાએ ફિલ્મ 'શુભ યાત્રા'ના પ્રમોશનની શરૂઆત કરતા પહેલા ઈસકોન મંદિરમાં દર્શન કર્યા હતાં અને આશિર્વાદ મેળવ્યા હતાં.