શોધખોળ કરો
આ એક્ટરે બનવાનો છે પિતા, ડિસેમ્બરમાં પત્ની બાળકને આપશે જન્મ
અંકિતા અને કરણ બાળકના આગમનને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
![આ એક્ટરે બનવાનો છે પિતા, ડિસેમ્બરમાં પત્ની બાળકને આપશે જન્મ yeh hai mohabbatein fame karan patel ankita bhargava to become father busy in arrangements આ એક્ટરે બનવાનો છે પિતા, ડિસેમ્બરમાં પત્ની બાળકને આપશે જન્મ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/23080641/karan-pael.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈઃ ટીવીના મોસ્ટ પોપ્યુલર કપલ કરણ પટેલ અને અંકિતા ભાર્ગવના ઘરે પારણું બંધાવાનું છે. અહેવાલ અનુસાર કરણ પટેલ અને અંકિતા ભાર્ગવ ડિસેમ્બરમાં માતા-પિતા બનવાના છે. નોંધનીય છે કે, વિતેલા વર્ષે અંકિતા ભાર્ગવનું મિસકેરેજ થયું હતું. કપલે મે, 2015માં લગ્ન કર્યા હતા.
કરણના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ‘અંકિતા અને કરણ બાળકના આગમનને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને નાનકડા મહેમાનના આગમન માટે જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે. તેમણે કોઈપણ પ્રકારના અટેન્શનને અવોઈડ કરવા માટે આ સમાચારને ગુપ્ત રાખ્યા છે.’
કરણના પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો, એક્ટરે ‘ખતરો કે ખિલાડી’માં ભાગ લેવા માટે આ વર્ષના જુલાઈ મહિનામાં શો છોડી દીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)