નવી દિલ્હીઃ ભારતના સૌથી પોપ્યુલર રેપર યો યો હની સિંહનું નવું ગીત ‘રંગતારી’ રિલીઝ થવાની સાથે જ યૂટ્યૂબ પર ધૂમ મચાવી રહ્યું છે. રિલીઝ બાદથી દર્શકોમાં આ ગીત છવાઈ ગયું છે. ફિલ્મના સૌથી મનપસંદ ગીત ‘રંગતારી’ને હોલિવૂડ સિંગર કાન્યા વેસ્ટ અને મારૂન 5ને માત આપીને યૂટ્યૂબ પર 24 કલાકની અંદર સૌથી વધારે જોવામાં આવેલું ગિત બની ગયું છે. સંગીત નિર્માતા, ગાયક, સંગીતકાર અને રૈપરે સોશિયલ મીડિયામાં તેની જાહેરાત કરતાં કહ્યું, "No.1 in the world. #Rangtaari #loveratri." આ ગીતને અત્યાર સુધીમાં 1.30 કરોડ વખત જોવામાં આવ્યું છે.
2/3
આ વર્ષના શરૂઆતમાં બે ચાર્ટબસ્ટર ગીત સાથે ધૂમ મચાવ્યા બાદ ગીતકાર, ગાયક, સંગીતકાર અને રેપર હની સિંહે હવે 'મિત્રો' થી 'દિસ પાર્ટી ઈઝ ઓવર નાઉ' અને 'લવરાત્રિ'ના 'રંગતારી' જેવા બે નવા ગીત સાથે દર્શકોનું દિલ જીતી લીધુ છે.
3/3
પાછળના કેટલાક વર્ષમાં હનીએ 'ચાર બોતલ વોડકા', 'ધીરે ધીરે', 'બ્રાઉન રંગ ને', 'અંગ્રેજી બીટ તે', 'બ્લૂ આઈઝ' અને 'અ લવ ડોઝ' જેવા સુપરહિટ ગીત સાથે દર્શકોનું ખુબ મનોરંજન કર્યું છે, જેના વગર આજે પણ દરેક પાર્ટી અધુરી છે. હાલમાં જ ગીત 'દિલ ચોરી' અને 'છોટે છોટે પેગને' મળેલી સારી પ્રતિક્રિયા યો યો 'ક્રેઝી ફેન ફોલોયિંગ' સાબિત કરવા માટે ઘણી છે.