શોધખોળ કરો
Advertisement
યુવરાજની વિદાય પૉસ્ટ પર Ex ગર્લફ્રેન્ડ કિમ શર્માએ કરી આશ્ચર્ચજનક કૉમેન્ટ
હેઝલ કીચની આ તસવીર પર કૉમેન્ટ કરતાં કિમ શર્માએ લખ્યું, "હંમેશા ચમકતા રહો you lovely duo."
મુંબઇઃ ક્રિકેટર યુવરાજ સિંહે સોમવારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરી દીધી. બૉલીવુડ જગતમાંથી શાનદાર સેલ્યૂટ આપતા યુવીને વિદાય આપવામાં આવી રહી છે. ત્યારે આ કડીમાં તેની એક્સ ગર્લફ્રેન્ડ કિમ શર્માએ પણ એક ખાસ કૉમેન્ટ કરીને શુભેચ્છા પાઠવી છે.
યુવરાજ સિંહના રિટાયરમેન્ટ પર તેની પત્ની હેઝલ કિચે ઇન્સ્ટાગ્રામ પર પ્રેસ કૉન્ફરન્સ દરમિયાનની યુવરાજ સિંહની એક તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું - ''અને આની સાથે એક યુગનો અંત થઇ ગયો. તમને ખુદ પર ગર્વ હોવો જોઇએ. હવે આગળની ચેપ્ટર તરફ વધીએ છીએ. ખુબ પ્રેમ.''
હેઝલ કીચની આ તસવીર પર કૉમેન્ટ કરતાં કિમ શર્માએ લખ્યું, "હંમેશા ચમકતા રહો you lovely duo."
ઉલ્લેખનીય છે કે, યુવરાજ સિંહ અને એક્ટ્રેસ કિમ શર્મા બન્ને ઘણો લાંબો સમય સુધી રિલેશનશિપમાં રહ્યાં. રિપોર્ટ તો એવા પણ હતા કે બન્ને લગ્ન કરવાના છે, પણ યુવરાજની માને આ સંબંધ ગમતો ન હતો એટલો સંબંધ તુટી ગયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement