સીરિઝ 4 એપલ વોચના જીપીએસ મોડેલની કિંમત અંદાજે 28670 રૂપિયા છે જ્યારે સેલ્યુલર મોડેલની કિંમત અંદાજે 35855 રૂપિયા રાખવામાં આવી છે. એપલ વોચનું પ્રી-ઓર્ડર 14 સપ્ટેમ્બરથી શરૂ થશે અને શિપિંગ 21 સપ્ટેમ્બરથી શરૂ થશે.
2/4
એપલ વોચમાં નવું એસ4 પ્રોસેસર છે. નવી એપલ વોચ ફોલ ડિટેક્ટ ફીચર સાથે આવે છે. તે સિવાય એપલ વોચ માત્ર 30 જ સેકન્ડમાં વ્યક્તિનો ઇસીજી રિપોર્ટ પણ તૈયાર કરી શકે છે. જો કોઇ વ્યક્તિના ધબકારા ચિંતાજનક ઘટી જાય તો તેની પણ નોટિફિકેશન દ્વારા વોચ જાણ કરશે.
3/4
નવી દિલ્હીઃ એપલે બુધવારે એક ઈવેન્ટ દરમિયાન ફોર્મ જનરેશન એપલ વોચ લોન્ચ કરી. કંપનીન આ વોચની ડિઝાઈન નવી છે અને તેમાં સ્ક્રીન પણ મોટી આપવામાં આવી છે. જૂના મોડલની તુલનામાં તેના બેઝલ્સ ખૂબ જ પાતળા છે. બાકી હાઈલાઈટ્સની વાત કરીએ તો તેમાં સિરામિક બિલ્ડ, ઓપ્ટિકલ હાર્ટ સેન્સર, સ્વિમપ્રુફ કેપેબિલિટી સામેલ છે.
4/4
નવી એપલ વોચના ફીચર્સની વાત કરીએ તો અગાઉની સરખામણીમાં નવી એપલ વોચ 30 ટકા વધુ મોટી સ્ક્રીન ધરાવે છે. સ્માર્ટવોચનું ડિજિટલ ક્રાઉન હેપ્ટિક ફીડબેક ધરાવે છે. એપલ વોચના સ્પીકર અગાઉ કરતાં 50 ટકા વધુ પાવરફુલ છે. જેથી વોચ દ્વારા કોલિંગમાં સરળતા રહે.