શોધખોળ કરો
ફેસબુક મેસેન્જર પર પણ આવ્યું WhatsAppનું આ શાનદાર ફીચર, જાણો વિગતે

1/3

નવી દિલ્હીઃ વોટ્સએપ બાદ હવે ફેસબુક પર પણ ડિલીટ ફોર એવરીવન ફીચર આવી ગયું છે. વિતેલા દિવસોમાં ફેસબુક મેસેન્જર પર આ ફીચર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું. કંપનીએ વોટ્સએપ પર વિતેલા વર્ષે જ ફીચર જારી કર્યું હતું. તેની મદદથી યૂઝર્સ મોકલેલ મેસેજને ડિલીટ કરી શકે છે. હવે આ ફીચર ફેસબુક મેસેન્જર પર પણ આવી ગયું છે. જોકે મેસેન્જર માટે આ ફીચરનું નામ અલગ છે. ફેસબુક મેસેન્જર પર આ ફીચર અનસેન્ડ નામથી આવી રહ્યું છે.
2/3

મેસેન્જરનું અનસેન્ડર ફીચર ઠીક એવી જ રીતે કામ કરે છે જે રીતો વોટ્સએપમાં ડિલીટ ફોર એવરીવન છે. ફેસબુક મેનસ્જર યૂઝર્સ આ ફીચરની મદદથી એવા મેસેજને ડિલીટ કરી શકશે જે તેમણે ભૂલથી કોઈ અન્ય યૂઝર્સને મોકલી દીધા હોય.
3/3

ફેસબુક મેસેન્જરમાં મેસેડ ડિલીટ કરવા માટે યૂઝર્સે સૌથી પહેલા એ ચેટ પર જવાનું રહેશે જેને તેણે મેસેજ મોકલ્યો છે. યૂઝર્સને એ મેસેજને સિલેક્ટ કરવાનો રહેશે જે તમે ડિલિટ કરવા માગો છો. સિલેક્ટ થયા બાદ યૂઝર્સને બે વિકલ્પ મળશે એક- 'Remove for everyone' અને બે- 'Remove for You'. રિમૂવ ફોર એવરીવન વિકલ્પ પર ક્લિક કરવા પર યૂઝર્સની પાસેનો મેસેજ ડિલીટ થઈ જસે. સાથે જ અન્ય યૂઝર પાસે રહેલ ટેક્સ પણ ગાયબ થઈ જશે અને તેની જગ્યાએ મેસેચ રિમૂવ દેખાશે.
Published at : 06 Feb 2019 01:49 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
જામનગર
ક્રાઇમ
Advertisement
