શોધખોળ કરો
facebook બાળકો માટે લાવશે નવી એપ ‘LOL’, જાણો તેમા શું હશે ખાસ
1/3

નવી દિલ્હીઃ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક ટૂંકમાં જ બાળકો માટે નવી એપ લાવી શકે છે. આ એપને LOL નામ આપવામાં આવ્યું છે. તેના દ્વારા બાળકો સોશિયલ નેટવર્ક પર પોસ્ટ શેર કરી શકશે. ફેસબુકના એક પ્રવક્તાએ કહ્યું કે, ‘અમે નાના સ્તરે આ એપની ટેસ્ટિંગ કરી રહ્યા છીએ, હાલમાં આ કોન્સેપ્ટ શરૂઆતના તબક્કામાં છે.’
2/3

આ એપમાં ફોરયુ, એનીમલ્સ, ફેલ્સ અને પ્રેક્સ જેવી કેટેગરી રાખવામાં આવશે. LOL એપમાં ફની વીડિયો અને GIF પણ હશે. ફેસબુકે હજુ સુધી એ સ્પષ્ટ કર્યુ નથી કે LOL એક અલગ એપ હશે કે પછી ફેસબુક એપ પર જ જોવા મળશે. હાલ આ ફીચરનું ટેસ્ટીંગ ચાલી રહ્યુ છે. જેમાં 100 હાઈસ્કુલના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા એક્સપર્ટનું માનવુ છે કે આ ફેસબુક એપથી યૂઝર ગ્રોથ વધારવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
Published at : 21 Jan 2019 02:38 PM (IST)
View More





















