શોધખોળ કરો
ભારતીય યૂઝર્સ માટે ગૂગલે લોન્ચ કરી યૂ-ટ્યૂબ ગો એપ, 2જી પર પણ બફરિંગ વગર વીડિયો જોઈ શકાશે
1/4

આ ફીચર્સ પણ ગૂગલે કર્યા લોન્ચઃ ગૂગલે કેટલીક અન્ય પ્રોડક્ટ પણ લોન્ચ કરી છે, જે ઓછી ઇન્ટરનેટ સ્પીડ પર સરળતાથી કામ કરશે. તેમાં નવા વાઈફાઈ પ્લેટફોર્મ છે જેને ગૂગલ સ્ટેશન કહે છે. ક્રોમ વેબ બ્રાઉઝર માટે ઓફલાઈન ફીચર. ટૂ જી નેટવર્ક પર ગૂગલ પ્લે. ગૂગલે ટૂ જી નેટવર્ક પર ક્રોમ વેબ બ્રાઉઝરમાં વેબ પેજેના ઓટોમેટિક ઓપ્ટિમાઈઝિંગ ફીચર્સ આપવામાં આવ્યું છે. તેનાથી પેજ લોડ થવાની સ્પીડ બે ગણી થઈ જશે. જેના કારણે 90 ટકા ડેટાની બચત થશે.
2/4

શું નવું છે એપમાં- મુખ્ય સ્ક્રીન પર પોપ્યુલર કન્ટેન્ટ અને સર્ચ ઓપ્શનમાં મનપસંદ વીડિયો જોઈ શકાશે. ડાઉનલોડિંગ ખૂબ જ કમ્પ્રેસ હશે. તેમાં ઓછા ડેટામાં વધારે વીડિયો જોઈ શકાશે. વીડિયોને ડાઉનલોડ કરતા પહેલા પ્રીવ્યૂપણ જોઈ શકાશે. એપમાં વાઈફાઈ ડાયરેક્ટની સુવિધા પણ છે. તેના દ્વારા ડાઉનલોડ વીડિયોને શેર પણ કરી શકાશે.
Published at : 28 Sep 2016 08:22 AM (IST)
View More





















