છેલ્લે, ફ્લેગશિપ સ્માર્ટફોન Nokia 8 Sirocco, આમાં 13,000 રૂપિયાનો ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની કિંમત 49,999 રૂપિયા રાખવામાં આવી હતી, હવે આની નવી કિંમત 36,999 રૂપિયા થઇ ગઇ છે.
2/5
Nokia 6.1 એટલે Nokia 6 (2018)ના લૉન્ચ સમયે 3GB રેમ વેરિએન્ટની કિંમત 16,999 રૂપિયા અને 4GB રેમ વેરિએન્ટની કિંમત 18,999 રૂપિયા રાખવામાં આવી હતી. હવે આની કિંમત ઓગસ્ટમાં 1,500 રૂપિયા સુધી ઘટાડી દેવામાં આવી છે.
3/5
Nokia 5.1ના 3GB રેમ અને 32GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત હવે 1,500 રૂપિયાના ઘટાડા બાદ 10,999 રૂપિયા થઇ ગઇ છે. આ રીતે Nokia 6.1ના 3GB/ 32GB વેરિએન્ટમાં 1,500 રૂપિયા અને 4GB/ 64GB વેરિએન્ટમાં 1,000 રૂપિયાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. હવે આની નવી કિંમત ક્રમશઃ 13,499 રૂપિયા અને 16,499 રૂપિયા થઇ ગઇ છે.
4/5
સૌથી પહેલા Nokia 3.1ની વાત કરીએ તો આના 3GB રેમ અને 32GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત હવે 10,999 રૂપિયા થઇ ગઇ છે. વળી આની જુની કિંમત 11,999 રૂપિયા હતી. આની કિંમત 1,000 રૂપિયા ઘટાડી દેવામાં આવી છે.
5/5
નવી દિલ્હીઃ ભારતમાં નોકિયાના કેટલાક સ્માર્ટફોન એકદમ સસ્તાં થઇ ગયા છે. HMD ગ્લૉબલે ભારતમાં સિલેક્ટેડ સ્માર્ટફોનની કિંમતમાં ધરખમ ઘટાડો કરી દીધો છે. જેમાં એન્ટ્રી લેવલ સ્માર્ટફોનની કિંમત 1,000 રૂપિયા અને 1,500 રૂપિયા સુધી ઘટાડાવામાં આવી છે, તો વળી નોકિયાના ફ્લેગશિપ સ્માર્ટફોનની કિંમત 13,000 રૂપિયા સુધી ઓછી કરી દેવામાં આવી છે.