શોધખોળ કરો
WhatsApp બાદ હવે Instagramના ફાઉન્ડર્સ છોડી રહ્યા છે Facebook
1/4

સિસ્ટ્રોમ અને ફ્રીગર 2010માં પહેલીવાર મળ્યા હતા. સિસ્ટ્રોમના બનાવવામાં આવેલા એક સોફ્ટવેર પ્રોજેક્ટને બંનેએ ભેગા કરીને ઈંસ્ટાગ્રામમાં કન્વર્ટ કરી દીધો હતો. ફેસબુક છોડ્યા પછી બંને કોઈ નવા પ્રોજેક્ટ માટે કામ કરશે. સિસ્ટ્રોમ અને ફ્રીગરની કંપની છોડવાની વાતથી હવે ઈંસ્ટાગ્રામના ભવિષ્ય સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. કારણકે ફેસબુક પહેલાં જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. ડેટા લીક મામલે કંપનીનું નામ ખરાબ થયું છે અને યુઝર્સની સંખ્યા ઘટી રહી છે.
2/4

ફેસબુકે 2012માં 100 કરોડ ડોલર (હાલની કિંમત પ્રમાણે 7200 કરોડ)માં ઈંસ્ટાગ્રામ ખરીદ્યું હતું. છ વર્ષ પહેલાં ઈંસ્ટાગ્રામના માત્ર 3 કરોડ યુઝર્સ હતા. હવે આ સંખ્યા 100 કરોડને પાર થઈ ગઈ છે. ફેસબુકની આવકનો મોટો હિસ્સો ઈંસ્ટાગ્રામ પરથી આવે છે.
Published at : 25 Sep 2018 02:16 PM (IST)
View More





















