આઇડિયાઃ- આઇડિયાની વાત કરીએ તો આ કંપની 75 રૂપિયામાં 1GB ડેટા આપે છે, જેની વેલિડિટી 28 દિવસની છે. આ ઉપરાંત આ પ્લાનમાં 300 મિનીટ લૉકલ અને એસટીડી કૉલિંગ મળે છે. આઇડિયાના149 રૂપિયાના રિચાર્જ પ્લાનની વેલિડિટી 21 દિવસની છે. આ પેકમાં યૂઝર્સને દરરોજ 250 મિનીટ કૉલિંગનો પણ લાભ મળે છે.
2/5
એરટેલઃ- ભારતી એરટેલ પણ 150 રૂપિયાથી ઓછી કિંમતમાં બે રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે. 97 રૂપિયામાં એરટેલ યૂઝર્સને 28 દિવસની વેલિડિટી સાથે 1GB ડેટા અને 350 કૉલિંગ મિનીટ કરાવે છે. આ ઉપરાંત 149 રૂપિયાના રિચાર્જમાં અનલિમિટેડ કૉલિંગ અને 1GB ડેટા મળે છે. આ પેકની વેલિડિટી 28 દિવસની છે.
3/5
રિલાયન્સ જિઓઃ- ટેલિકૉમમાં જિઓ સૌથી આગળ છે. સૌથી ઓછી કિંમતના રિચાર્જ પ્લાનમા જિઓ સૌથી આગળ છે. જિઓ 98 રૂપિયાના રિચાર્જ પેકમાં 28 દિવસની વેલિડિટીની સાથે 2GB ડેટા અને અનલિમિટેડ કૉલિંગ બેનિફિટ આપે છે. વળી 149 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 28 દિવસની વેલિડિટીની સાથે અનલિમિટેડ કૉલંગની સાથે સાથે દરરોજ 1.5GB ડેટા પણ આપે છે.
4/5
નવી દિલ્હીઃ ટેલિકૉમ ઇન્ડસ્ટ્રીમાં જિઓની એન્ટ્રી બાદ બધી કંપનીઓએ પોતાના નવા નવા અને સસ્તાં રિચાર્જ પ્લાન લૉન્ચ કરી દીધા છે. એટલું જ નહીં યૂઝર્સને જરૂરિયાત મુજબ ડેટા અને કૉલિંગ પ્લાન સિલેક્ટ કરવાની પણ આઝાદી આપી દીધી છે. અહીં અમે તમને આજે 150 રૂપિયાથી ઓછી કિંમતના બેસ્ટ રિચાર્જ પ્લાન બતાવી રહ્યા છે જેમાંથી તમે નક્કી કરી શકો છો કે કંઇ કંપનીનું છે બેસ્ટ રિચાર્જ.
5/5
વૉડાફોન-આઇડિયાઃ- લાંબા સમય બાદ વૉડાફોન અને આઇડિયાનું વિલય થઇ ગયુ છે, જોકે હજુ પણ બન્ને કંપનીઓ પોતાના ગ્રાહકો માટે અલગ અલગ રિચાર્જ પ્લાન આપી રહ્યું છે. વૉડાફોનની વાત કરીએ તો આ 150 રૂપિયાથી ઓછામાં 99 રૂપિયા અને 149 રૂપિયાના બે રિચાર્જ પેક આપી રહ્યું છે. 99 રૂપિયાનુ રિચાર્જ કરાવાથી યૂઝર્સને 28 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ કૉલિંગનો લાભ મળે છે, જ્યારે 149 રૂપિયામાં 28 દિવસ માટે 2GB ડેટાની સાથે અનલિમિટેડ કૉલિંગનો ફાયદો પણ થાય છે.