આ ટીવીની સૌથી મોટી ખાસયિત એ છે કે ઝીરો વ્યૂ મોડ દરમિયાન આખી ટીવી સ્પીકર બોક્સની અંદર જતી રહેશે અને તેનો એક પણ ભાગ દેખાશે નહીં. અને આ મોડમાં પણ યૂઝર મ્યૂઝિક કે ઓડિયો સાંભળી શકશે.
2/6
આ ટીવીની ખાસિયત જોઈએ તો આ ટીવી એક બોક્સમાં રોલ કરેલી જ આવે છે. જો ટીવીને બંધ કરવામાં આવશે તો તે એક ફર્નીચર જેવી લાગે છે. તેનો પાવર બંધ કરતાની સાથે જ ટીવી બોક્સમાં ગોઠવાઇ જાય છે. કંપનીએ તેના માટે એક ખાસ પેજ બનાવ્યું છે. જેમાં વાઈડ સ્ક્રીન શેપ આપવામાં આવ્યો છે. આ ટીવીનો ઉપયોગ બેઝ મ્યૂઝિક સાંભળવા માટે પણ કરી શકાય છે. મ્યૂઝિક વગાડતી વખતે તેની સ્ક્રીન સંપૂર્ણ રીતે ગાયબ થઈ જાય છે. તેનો સાઉન્ડ સિસ્ટમ બ્લૂટૂથ સાથે પણ કનેક્ટ કરી શકાય છે.
3/6
યૂઝર્સ પોતાના અવાજથી ટીવીના ઇનબિલ્ટ અમેઝન એલેક્સાને નિર્દેશ કરી શકશે. એલજી પોતાના એઆઈ ટીવી લાઈનઅપને 2019માં લોન્ચ કરશે. જે એપ્પલ એરપ્લે 2 અને હોમકિટને પણ સપોર્ટ કરશે.
4/6
65 ઈંચની આ સિગ્નેચર ઓએલઈડી ટીવી આવતા વર્ષે બજારમાં સામાન્ય માણસ માટે ઉપલબ્ધ રહેશે. કંપનીએ તેની જાહેરાત લૉસ વેગાસમાં ચાલી રહેલા CES 2019 માં સોમવારે કરી છે.
5/6
નવી દિલ્હી: એલજી ઇલેક્ટ્રોનિક્સ કંપનીએ દુનિયાની પ્રથમ વાળી શકાય તેવી( રોલેબલ) OLED ટીવી લોન્ચ કરી દીધી છે. આ ટીવીને બોક્સમાં વાળીને મુકી શકાય છે. કપંનીએ આ કોન્સેપ્ટની જાહેરાત ગત વર્ષે કરી હતી.
6/6
એલજી કંપનીએ કહ્યું કે, એક રોલેબલ એલઈડી ટીવી ગેમ ચેન્જર સાબિત થશે. કારણ કે આ યૂઝર્સને દીવાલની સીમાઓથી મુક્ત કરે છે. હવે ટીવી રાખવાની જગ્યાને ફિક્સ રાખવાની જરૂર નહીં પડે. જ્યારે ટીવીનો ઉપયોગ કરવાનો નહીં હોય ત્યારે તેને વાળીને મુકી શકશે.