આ ફોન એન્ડ્રોઈડના 8.0 ઓરિયો વર્ઝન પર કામ કરે છે. કેમેરાના મામલે ફોનમાં 13 મેગા પિક્સલનો રિયર અને 5 મેગા પિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં ફ્લેશ ગ્રે અને ફાઈન ગોલ્ડ કલર વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યા છે. કનેક્ટિવિટી માટે ફોનમાં Wi-Fi, બ્લૂટૂથ જેવા બેસિક ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફોનનું વજન 174 ગ્રામ છે. જણાવીએ કે, બન્ને ફોન્સને મોટો હબથી ઓફલાઈન પણ ખરીદી શકાય છે.
2/6
Moto e5 Plusની સાથે કંપનીએ મોટો ઈ5ને પણ લોન્ચ કર્યો છે. ફોનમાં 5.7 ઇંચની HD+ ડિસ્પ્લે સ્ક્રીન (1440x720) છે જેનો આસ્પેક્ટ રેશિયો 8:9 છે. સ્માર્ટફોનમાં 1.4 ગીગા હર્ટ્ઝવાળું ક્વાડ કોર સ્નેપડ્રેગન 425 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 2 જીબી રેમ અને 16 જીબી ઇન્ટરનનલ સ્ટોરેજ આપવામાં આવી છે. તેમાં માઈક્રો એસડી કાર્ડથી 128 જીબી સુધી વધારી શકાય છે. ફોનમાં 4000 mAh બેટરી આપવામાં આવી છે.
3/6
આ ફોન એન્ડ્રોઈડના 8.0 ઓરિયો વર્ઝન પર કામ કરે છે. કેમેરાની વાત કરીએ તો તેમાં લેઝર ઓટો ફોકસ અને એલઈડી ફ્લેશવાળો 12 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવ્યો છે અને સેલ્ફી માટે ફ્લેશની સાથે 5 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં એક સાથે બે સિમ 4જી નેટવર્ક પર ઉપયોગ કરી શકાય છે. આ ફોનનું વજન 195 ગ્રામ છે. ઉપરાંત કનેક્ટિવિટીના મામલે તેમાં બ્લૂટૂથ, વાઈફાઈ હોટસ્પોટ, જીપીએસ જેવા બેસિક ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.
4/6
મોટો ઈ5 પ્લસને ફાઈન ગોલ્ડ અને ઇન્ડિગો બ્લેકના બે વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યા છે. ફોનમાં 6 ઇંચની HD+ 1440x720 પિક્સલ વાળી IPS LCD સ્ક્રીન આપવામાં આવી છે. તેનો આસ્પેક્ટ રેશિયા 18:9નો છે. તેમાં 5000 એમએએપની બેટરી આપવામાં આવી છે જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. પ્રોસેસરના મામલે તેમાં 1.4 ગીગા હર્ટ્ઝવાળા સ્નેપડ્રેગન ઓક્ટા કોર 430 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 3 જીબી રેમ અને 32 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. મેમરીને માઈક્રો એસડી કાર્ડની મદદથી 128 જીબી સુધી વધારી શકાય છે.
5/6
જિઓએ પોતાના જિઓ મોટોરોલા એડિશનલ ડેટા ઓફર અંતર્ગત 1.2 ટીબી સુધી હાઈ સ્પીડ ડેટા આપી રહી છે. તેના માટે ગ્રાહકે પોતાના જિઓ નંબર પર 198 અથવા 299નું રિચાર્જ કરાવવાનું રહેશે. જો ગ્રાહક એસબીઆઈ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરે છે તો ફોન પર 800 રૂપિયાની છૂટ મળશે. પોનને નો કોસ્ટ ઈએમઆઈ પર ખરીદવાની પણ ઓફર છે પરંતુ તેના માટે ગ્રાહકની પાસે બજાજ ફિનસર્વનું કાર્ડ હોવું જરૂરી છે.
6/6
નવી દિલ્હીઃ મોટોરોલાએ મંગળવારે ભારતમાં પોતાના બે લેટેસ્ટ સ્માર્ટફોન Moto e5 અને Moto e5 Plus લોન્ચ કર્યા છે. સ્માર્ટપોન્સને દિલ્હીમાં આયોજિત એ ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યા. તેને વેચાણ માટે કંપનીએ એમેઝોન સાથે ભાગીદારી કરી છે. મોટો ઈ5ની કિંમત 9999 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે મોટો ઈ5 પ્લસને 11999 રૂપિયામાં ખરીદી શકાય છે. ફોન્સના પ્રથમ વેચાણ પર અનેક ઓફર્સ પણ આપવામાં આવી રહી છે.