યુઝર્સને KIMBHO એપ ઈન્સ્ટોલ કરવા પર મળતા મેસેજમાં પણ બોલો એપ નામ આવે છે.
2/5
આ ઉપરાંત ફેસબુક પર કિમ્ભો એપના લોગોવાળું પેજ છે તેમાં પણ ‘Bolo Chat’ નામ આપવામાં આવ્યું છે. ટ્વિટર પર બોલોચેટનું એકાઉન્ટ છે, જેમાં તેને ડિસેમ્બર 2015માં લોન્ચ થયું હોવાનું જણાય છે.
3/5
જોકે કિંભો એપ લોન્ચ કર્યાના બીજા જ દિવસે એપને ડેવલપમેન્ટ હેઠળ બતાવાઈને પ્લે સ્ટોર પરથી ઉતારી લેવાઈ છે, જોકે તેના પ્લે સ્ટોર આવતા જ ટ્વિટર પર કેટલાક યુઝર્સ દ્વારા KIMBHO અને BOLOના ફોટો પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ બંને એપના ફોટો એક સરખા જ હતા. આ તસવીર જોયા બાદ લોકો કિંભોને અમેરિકન એપની કોપી હોવાનું કહી રહ્યા છે.
4/5
એક વેબસાઈટ દ્વારા એવો દાવો કરાયો છે કે પતંજલિની આ KIMBHO એપ પર એવો આરોપ લાગી રહ્યો છે કે તે અમેરિકન મેસેન્જર એપ્લિકેશન ‘Bolo Chat’ એપની રિબ્રાન્ડીંગ એપ છે. આ એપને અમેરિકાના કેલિફોર્નિયાના ફ્રેમોંટ સ્ટાર્ટઅપ દ્વારા વિકસિત કરાઈ હતી. પતંજલિએ તેનું જ સ્વદેશી રૂપ છે.
5/5
નવી દિલ્હીઃ બાબા રામદેવે પહેલા મોબાઈલ સિમ લોન્ચ કર્યું અને હવે વ્હોટ્સએપ મેસેન્જર એપને ટક્કર આપવા માટે માર્કેટમાં પતંજલી બ્રાન્ડની કિંભો નામની એપ લોન્ચ કરી છે. જોકે પતંજલિની આ કિંભો એપ અન્ય એપની કોપી પેસ્ટ તો છે જ સાથે જ સિક્યોરિટી પ્રમાણે પણ ખૂબ જ ખતરનાક છે.