આ પહેલા Whatsapp ના કોઈપણ ગ્રુપમાં મેમ્બરને મેસેજ કરવાનો અધિકાર હતો. આ સાથે જ Whatsapp પર ટૂંક સમયમાં યૂજર્સને ગ્રુપ ઓડિયો અને વીડિયો કૉલ ફિચર પણ મળી શકે છે.
2/4
વોટ્સએપ યૂજર્સ જે ગ્રુપના એડમિન પણ છે તેમણે Send Message ફિચરનો ઉપયોગ કરવા માટે ગ્રુપ સેટિંગમાં જવું પડશે. ગ્રુપ સેટિંગમાં ગયા બાદ Send Message વિકલ્પ જોવા મળશે. Send Message વિકલ્પની પસંદગી કરવામાં આવશે તો બે ઓપ્શન લખેલા હશે All Participants અને Only Admins. જો તમે એમાં Only Admins સિલેક્ટ કરશો તો ગ્રુપમાં માત્ર એડમિન જ મેસેજ મોકલી શકશે, જ્યારે All Participants સિલેક્ટ કરવા પર તમામ મેમ્બર મેસેજ કરી શકે છે.
3/4
નવી દિલ્હી: સોશયલ મીડિયાની મેસેન્જર એપ વોટ્સ એપ આખરે ગ્રુપ એડમિનને એ નક્કી કરવાનો અધિકાર આપી દિધો છે કે ગ્રુપમાં કોણ મેસેજ કરી શકશે અને કોણ નહી. વોટ્સએપએ આ અધિકાર એક નવું ફિચર જાહેર કરતા આપ્યો છે. હાલ આ ફિચર iPhone માટે 2.18.70 વર્જન પર જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે એન્ડ્રોઈડમાં 2.18.201 બીટા વર્જન પર જ ઉપલબ્ધ છે. તેનો મતલબ એ થયો કે એન્ડ્રોઈડ યુજર્સે આ ફિચર મેળવવા માટે થોડી રાહ જોવી પડશે.
4/4
Whatsapp ગ્રુપ એડમિનને મેસેજ કંટ્રોલ કરવાનો અધિકાર આપનારા ફિચરનુ નામ Send Message છે. આ ફિચર ગ્રુપ સેટિંગાં ઉપલબ્ધ છે. આ ફિચરના માધ્યમથી ગ્રુપ એડમિન કંટ્રોલ કરી શકે છે કે ક્યાં મેમ્બરને ગ્રુપમાં મેસેજ કરવાનો અધિકાર આપવો અને કોને નહી.