હાલમાં, વોટ્સએપ દ્વારા પોતાના બિઝનેસ એપમાં એક નવા ફીચર્સને જોડવામાં આવ્યા હોવાની ખબર આવી હતી. વોટ્સએપ દ્વારા ‘ચેટ ફિલ્ટર્સ’ ફીચર આપવામાં આવ્યું હોવાની ખબર છે જેમાં વોટ્સએપ બિઝનેસ અકાઉન્ટ મેસેજને જલદી સર્ચ કરી શકાશે.
2/4
વોટ્સએપ યુઝર્સ પાસે હવે હંમેશા માટે ગ્રુપ છોડવાનો વિકલ્પ બનાવાયો છે. એટલે કે ગ્રુપ છોડ્યા પછી વારંવાર તેમાં એડ કરવાની પરેશાનીથી મુક્તિ મળશે. આ સિવાય, જે યુઝર્સે ગ્રુપ બનાવ્યું છે, તેને ગ્રુપમાંથી હટાવી નહીં શકાય. નવા અપડેટ્સ પછી યુઝર્સ સરળતાથી તે મેસેજને શોધી શકશે, જે ગ્રુપ કનવર્સેશનમાં તેમને મેન્શન કર્યા છે.
3/4
લોકપ્રિય મેસેજિંગ એપે વોટ્સએપ ગ્રુપમાં 5 નવા ફીચર્સ આપ્યા છે, જેમાં ગ્રુપ ડિસ્ક્રિપ્શન, એડમિન કંટ્રોલ, ગ્રુપ કેચ અપ, પાર્ટિસિપેન્ટ સર્ચ અને એડમિન પરમિશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
4/4
નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપે ગ્રુપ માટે નવી ફીચર્સની જાહેરાત કરી છે. આ નવી ફીચરને આઈઓએસ અને એન્ડ્રોઈડ બન્ને માટે રોલઆઉટ કરવામાં આવ્યા છે. આ નવી ફીચર્સમાં ગ્રુપ ડિસ્ક્રિપ્શન જોડી શકાશે અને ગ્રુપ એડમિનના અધિકારોને વધારવામાં આવ્યા છે.