હાલમાં જ એપલ આઈઓએસમાં એક બગ આવ્યો હતો, જેના કારણે એક ખાસ તેલુગુ અક્ષરને ટાઈપ કરવા પર વ્હોટ્સએપ, ફેસબુક મેસેન્જર સહિતના મેસેજિંગ એપ ફ્રીઝ થઈ જતા હતા. આ બગથી આઈફોન્સ, આઈપેડ અને મેક ડિવાઈસીઝ પ્રભાવિત થયા હતા.
2/4
ફોરવર્ડ કરાઈ રહેલા આ મેસેજથી કોઈ ખતરો તો નથી લાગી રહ્યો, પરંતુ એમ લાગે છે કે, કોઈએ મજાક ખાતર આ મેસેજ તૈયાર કર્યો છે. જોકે, વ્હોટ્સએપ યુઝર્સ માટે આ મેસેજ પરેશાની ઉભી કરી રહ્યો છે તે વાત ચોક્કસ છે. અમે એન્ડ્રોઈડ અને આઈઓએસ પર આ બગને રિપિટ કરવાની કોશીશ કરી, પરંતુ લાગે છે કે તે એન્ડ્રોઈડ-સ્પેસિફિક જ છે. આઈફોન્સ પર તેની કોઈ અસર નથી પડી રહી.
3/4
વ્હોટ્સએપ પર ફોરવર્ડ કરાઈ રહેલા આ મેસેજમાં લખાયું છે કે, ‘હું તમારું વ્હોટ્સએપ થોડીવાર માટે હેંગ કરી શકું છું, બસ મેસેજની નીચે ટચ કરો.’ મેસેજમાં એમ પણ લખ્યું છે કે, ડોન્ટ ટચ હીયર. ધ્યાનથી જોતા તમને તેના પર છૂપાયેલા શબ્દો જોવા મળશે, જે બ્લેંક સ્પેસ જેવો લાગે છે, પરંતુ ખરેખર આ જ કારણ છે કે, જેના કારણે વ્હોટ્સએપ કામ કરવાનું બંધ કરી દે છે.
4/4
નવી દિલ્હીઃ વ્હોટ્સએપ પર ફોર્વર્ડેડ મેસેજ તો આવતા જ રહેતા હોય છે પરંતુ આજકાલ એક ખાસ પ્રકારનો મેસેજ ફોરવર્ડ થઈ રહ્યો છે. આ મેસેજથી તમારો ફોન ક્રેશ પણ થઈ શકે છે. વ્હોટ્સએપ પર એક મેસેજ આવી રહ્યો છે જેના પર ટચ કરતાં જ ફોન કામ કરવાનું બંધ કરી દે છે. આ મેસેજથી સાવચેત રહેવાની જરૂર છે.