શું છે વ્હોટ્સઅપની નવી શેરિંગ પોલિસી? વ્હોટ્સઅપ પોતાના યુઝર્સનો મોબાઈલ નંબર પોતાની પેરન્ટ કંપની ફેસબુકની સાથે શેર કરશે. જેની મદદથી વ્હોટ્સઅપ યુઝર્સ ફેસબુક દ્વારા વધારે ટાર્ગેટ જાહેરાત મેળવી શકસે. આ એડ ફેસબુક પર થશે. આ જાણકારીમાં વ્હોટ્સઅપ એડની કોઈ વાત કહેવામાં આવી નથી.
2/3
નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટમાં વ્હોટ્સઅપની નવી નંબર શેરિંગ પોલિસીને પડકારતી એક જાહેર હિતની અરજી કરવામાં આવી છે. વ્હોટ્સઅપના નવા અપડેટેમાં કંપનીની નવી પોલિસી માટે યૂઝર્સની સહમતી માગવામં આવી રહી છે. આ નવી પોલિસી અંતર્ગત વ્હોટ્સઅપ પોતાના યુઝર્સનો નંબર પોતાની પેરન્ટ કંપની ફેસબુકની સાથે શેર કરશે. પિટીશનમાં કહેવામાં આવ્યું છે કે, ફેસબુકની આ નવી પોલિસી ખૂબ જ ભ્રામક છે જેના નફા-નુકસાન અંગે સામાન્ય વ્યક્તિ સરળતાથી નહીં સમજી શકે.
3/3
આ પોલિસીની સાથે જ વ્હોટ્સઅપની મોટી જવાબદારી હશે તે તે વિશ્વભરમાં પોતાના 1 બિલિયન યુઝર્સને તેના ડેટાની સુરક્ષાનો વિશ્વાસ અપાવે. વ્હોટ્સઅપ યુઝર્સને મર્યાદિત સમયમાં આ વિકલ્પ આપશે કે તે પોતાની જાણકારી ફેસબુક સાથે શેર કરવા માગે છે કે નહીં. કંપનીએ સ્પષ્ટ કહ્યું છે કે, ફેસબુકને આપવામાં આવેલ તમારો નંબર સુરક્ષિત રહેશે. વ્હોટ્સઅપે જણાવ્યું કે, આ શેરિંગથી ફેસબુક મેપિંગ દ્વારા સારા ફ્રેન્ડ સજેશન અને વધારે ચોક્કસ જાહેરાત યુઝર્સને ઉપલબ્ધ કરાવી શકાશે.