વૉટ્સએપ યૂઝર્સને ટુંકસમયમાં જ નવા ફિચર્સ મળશે. વૉટ્સએપે ફેસબુકની એપ8 કૉન્ફરન્સમાં નવા ફિચર્સ જેવા સ્ટીકર્સ અને ગ્રુપ વીડિયો કૉલિંગ આવવાની માહિતી આપી હતી. આ ઉપરાંત વૉટ્સએપમાં આના બિઝનેસ એપ, વૉટ્સએપ બિઝનેસના પણ કેટલાક ફિચર્સ આપવામાં આવી શકે છે.
2/5
‘Restrict Group’ ફિચર દ્વારા નૉન-એડમિન મેમ્બર્સ કોઇ ગ્રુપમાં ફોટોગ્રાફ, વીડિયો, ઝીફ, ડૉક્યૂમેન્ટ કે વૉઇસ મેસેજ ત્યારે મોકલી શકશે જ્યારે એડમિન તેને અનુમતી આપે. આ ફિચરને એન્ડ્રોઇડ 2.18.132 અને તેનાથી ઉપરના વર્ઝનમાં અવેલેબલ થવાના રિપોર્ટ્સ છે.
3/5
4/5
આવી બધી સમસ્યાઓને સૉલ્વ કરવા માટે વૉટ્સએપ દ્વારા આઇઓએસ, એન્ડ્રોઇડ અને વિન્ડોઝ ફોન એપ્સમાં 'Restrict Group' નામનું એક નવું ફિચર રૉલઆઉટ કરવાના રિપોર્ટ્સ છે. આ ફિચરની મદદથી વૉટ્સએપ ગ્રુપ એડમિન્સ જ ગ્રુપમાં મેસેજ મોકલી શકશે, અને ગ્રુપ મેમ્બર્સ આ મેસેજને વાંચી શકશે અને માત્ર એડમિન જ આ ટેક્સ્ટનો જવાબ આપી શકશે. બીજા ગ્રુપ મેમ્બર્સ માત્ર તેને વાંચી જ શકશે.
5/5
નવી દિલ્હીઃ વૉટ્સએપ ગ્રુપમાં એકસાથે કેટલાય મેમ્બર્સ દ્વારા મેસેજ મોકલવા પર ઘણીવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત વૉટ્સએપ ગ્રુપ્સને અફવાઓ અને નકલી સમાચારો ફેલાવવા માટે પણ જવાબદાર માનવામાં આવે છે. હવે આ એક નવું ફિચર આવવા જઇ રહ્યું છે જેનાથી હંમેશા માટે વૉટ્સએપ ગ્રુપ બદલાઇ જશે.