ફોટોગ્રાફી માટે ફોનમાં ડ્યૂલ કેમેરા સેટઅપ છે, આનો પહેલો કેમેરો 12 મેગાપિક્સલનો છે વળી બીજો કેમેરો 5 મેગાપિક્સલનો છે. આ ઉપરાંત ફ્રન્ટમાં AI પોર્ટ્રેટ મૉડ અને HDRની સાથે 5 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
2/7
Xiaomi Redmi 6 Proના સ્પેશિફિકેશનની વાત કરીએ તો, આમાં ડ્યૂલ સિમ નેનો સપોર્ટ અને એન્ડ્રોઇડ બેઝ્ડ MIUI 9 પર ચાલે છે. આમાં 5.84-ઇંચની ફૂલ-HD ડિસ્પ્લે આપી છે. આમાં 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રૉસેસર અવેલેબલ છે. સાથે ફોનમાં અનલૉક ફિચર પણ આપ્યું છે.
3/7
4/7
આ ફોનની ઇન્ટરનલ મેમરી 32GB અને 64GBની છે, જેને કાર્ડ દ્વારા 256GB સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટી માટે 4G VoLTE, Wi-Fi , બ્લૂટૂથની ફેસિલિટી આપવામાં આવ્યા છે. સ્માર્ટફોનની બેટરી 4000mAhની છે.
5/7
કંપનીએ આ સ્માર્ટફોનના 3GB+32GB વેરિએન્ટની કિંમત 10,999 રૂપિયા અને 4GB+64GB વેરિન્ટની કિંમત 12,999 રૂપિયા રાખી છે. આ સ્માર્ટફોનમાં iPhone X જેવી નૉચ પણ આપી છે. એટલે કે આ સ્માર્ટફોનનો લૂક હુબહુ આઇફોન જેવો છે. આ શ્યાઓમીનો પહેલો એવો સ્માર્ટફોન છે જેમાં નૉચ આપવામાં આવી છે.
6/7
Redmi 6 Proની પહેલી સેલ 11 સપ્ટેમ્બરે બપોરે 12 વાગે કરવામાં આવશે. આને શ્યાઓમીની વેબસાઇટ અને અમેઝોન ઇન્ડિયા પરથી ખરીદી શકાશે. આ સ્માર્ટફોન રેડ, બ્લેક, ગૉલ્ડ અને બ્લૂ કલર ઓપ્શનમાં અવેલેબલ થશે.
7/7
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર શ્યાઓમીએ ભારતમાં પોતાનો દમદાર ફોન Redmi 6 Pro લૉન્ચ કરી દીધો છે. સાથે જ કંપનીએ Redmi 6A અને Redmi 6ને પણ માર્કેટમાં મુક્યા છે.