શોધખોળ કરો
નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે ખેડૂતોને લઈને શું કરી મહત્વની જાહેરાત ?, જાણો વિગતે
1/5

આ સાથે આરોગ્યની કેન્દ્રીય આરોગ્ય આયુષમાન યોજના અંગે નિતિન પટેલે કહ્યું કે, 23 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી દ્વારા આયુષમાન યોજના નો રાષ્ટ્રીયકક્ષાએ અમલ કરાશે. કોઈ પણ બીમારી અથવા રોગ ની સારવાર માટે પરિવાર દીઠ 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ સરકાર ભોગવશે. રાજ્યમાં સવા બે કરોડ નાગરિકો આ યોજનાના લાભાર્થી બની શકશે.44 લાખ 85 હજાર પરિવારોને લાભ મળશે. 60 ટકા કેન્દ્ર 40 ટકા રાજ્ય સરકાર ભોગવશે. સરકારી અને ખાનગી મળી રાજ્ય ની 900 હોસ્પિટલો નિયત કરાઈ. ગુજરાત સરકારે ટેન્ડર બહાર પાડી વીમા કંપની નક્કી કરી છે. રાજ્ય સરકાર 162 કરોડ નું પ્રીમિયમ વીમા કંપની ને ચૂકવશે.
2/5

રાજ્યમાં આ યોજના હેઠળ એક કરોડ 75 લાખ 81 હાજર ખેડૂતો નોંધાયેલા છે. 73 લાખ મૂળ ખેડૂત ખાતેદાર અને 29 લાખ ખાતેદાર ના વારસદાર છે. અત્યાર સુધી રાજ્ય સરકાર 30 થી 35 કરોડ નું પ્રીમિયમ વીમા કંપની ને ચૂકવાતી હતી. હવે પ્રીમિયમ ની રકમ ડબલ થઇ 70 થી 80 કરોડ થઈ જશે. દર વર્ષે સરેરાશ એક હજાર ખેડૂત ખાતેદારો ના અકસ્માતે મૃત્યુના કિસ્સા બને છે. એક હજાર થી 1500 ખેડૂત ખાતેદારો નું મૃત્યુ થાય છે.
Published at : 20 Sep 2018 05:39 PM (IST)
View More




















