શોધખોળ કરો
હવે દારૂ પીતા પકડાયા ખેર નથી, જાણો થઈ શકે કેટલા વર્ષની જેલની સજા?
1/5

રાજ્યમાં દારુબંધીનો કાયદો કડક બનાવવાની કવાયત તેજ કરવામાં આવી છે. ઠાકોર સેના સાથે થયેલા સમાધાનને પગલે રાજ્ય સરકારે દારુબંધીના કાયદાને કડક બનાવવા ગૃહ વિભાગને કામગીરી સોંપી છે. આ અંગે ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઠાકોર સેનાને અમે આ બાબતે ખાતરી આપ્યા મુજબ રાજયમાં દારૂ બંધીનો કડક કાયદો બનાવાશે. જેના ભાગરૂપે કાયદો કેવી રીતે વધુ કડક બનાવી શકાય તે અંગેનું હોમવર્ક વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. ટૂંક સમયમાં તેનો ડ્રાફટ તૈયાર થઇ જશે. જેમાં આખરી સુધારા-વધારા સાથે કાયદા વિભાગને રજૂ કરાયા બાદ આગામી વિધાનસભાના આયોજન છે.
2/5

સૂત્રોએ એમ પણ ઉમેર્યું હતું કે, આ કાયદા હેઠળ ગેરકાયદે દારૂ વેચાતો હોય તે વિસ્તારના ધારાસભ્ય અને ડીએસપીને પણ નોટીસની જોગવાઇ હશે. આ કાયદામાં દારૂ પીનાર પહેલીવાર પકડાય તો એક સપ્તાહની કેદની સજા થશે. બીજી અને ત્યાર બાદ પકડાય તો કેદની સજામાં વધારો કરવા સહિતની સજાની જોગવાઇ નવા કાયદામાં કરવામાં આવે તેવી શક્યતા છે.
Published at : 06 Dec 2016 03:57 PM (IST)
View More























