બોપલથી ગાંધીનગર પહોંચી 12 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર મારફતે લીમખેડા જશે. લીમખેડામાં સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરશે. બપોરે 2 વાગ્યે લીમખેડાથી નવસારી પહોંચશે અને ત્યાંથી જમાલપોર જશે. જમાલપોરમાં સામાજિક અધિકારીતા કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોને કિટનું વિતરણ કરશે અને સભા સંબોધશે. સાંજે 4 વાગ્યા પછી નવસારીથી સુરત એરપોર્ટ પહોંચશે. સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ સુરતથી દિલ્હી જવા માટે રવાના થશે.
3/4
શુક્રવારે રાત્રે તેઓ અમદાવાદ આવ્યા હતા જ્યાંથી તેઓ રાજભવન ગાંધીનગર ગયા હતા. સવારે 7 વાગ્યે ગાંધીનગર પંચદેવ મંદિરે દર્શન માટે જશે. સવારે 8:30 કલાકે જન્મ દિવસને લઈને માતા હીરાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. માતાને મળ્યા બાદ બોપલ સ્થિત થોડા સમય પહેલા અવસાન પામેલા ભત્રીજીના ઘરે જશે.
4/4
ગાંધીનગર: આજે એટલે કે 17મી સપ્ટેમ્બરે પીએમ મોદીનો 67મો જન્મદિવસ છે. આ નિમિત્તે તેઓ ગુજરાતમાં છે. હાલ તેઓ માતા હિરાબાના આશીર્વાદ લેવા માટે રાયસણ પહોંચી ગયા છે. તેઓ માત્ર બે ગાડીના કાફલા સાથે માતાને મળવા ગયા છે. ઉલ્લેખનીય છે કે હિરાબા પીએમ મોદીના ભાઈ સાથે હાલ રાયસણમાં રહે છે. હિરાબાને મળવા પીએમ મોદી માત્ર બે જ ગાડીના કાફલામાં પહોંચ્યા હતા. જેમાં પીએમ પોતે એક કાળા રંગની રેંજરોવરની આગલી સીટમાં બેઠા હતા.