દરમિયાનમાં બંગલા માલિક, તેમના ભાઇ અને 4 મિત્રો જુગાર રમતા પકડાયા હતા. તેમની પાસેથી રોકડા 4.50 લાખ અને 5 ગાડી મળીને કુલ રૂ.60 લાખ કરતાં પણ વધારેની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. આ અંગે પીએસઆઈ વાઘેલાએ જણાવ્યું હતુ કે તમામની ધરપકડ કરીને જામીન ઉપર મુકત કરવામાં આવશે.
3/5
માહિતી અનુસાર, અમલતાસ બંગલોઝમાં જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમીના આધારે વસ્ત્રાપુર ડિસ્ટાફ પીએસઆઈ એમ.એ. વાઘેલાએ હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ સગર સહિતના સ્ટાફ સાથે શનિવારે રાતે 8 વાગ્યે દરોડો પાડ્યો હતો.
4/5
બોડકદેવ લાડ સોસાયટી રોડ ઉપર આવેલા અમલતાસ બંગલોઝ ખાતેના એક બંગલામાં વસ્ત્રાપુર પોલીસે દરોડો પાડીને જુગાર રમતા 6 વેપારીને ઝડપી લીધા હતા. તેમની પાસેથી પોલીસે મર્સિડીઝ સહિતની 5 વૈભવી ગાડીઓ અને રોકડા રૂ.4.50 લાખ મળીને 60 લાખ કરતાં પણ વધારેની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જુગાર રમતા પકડાયેલા 6 વેપારીઓમાં બંગલા માલિક અને તેમના ભાઇનો પણ સમાવેશ થાય છે.
5/5
અમદાવાદઃ હાલમાં ગુજરાતમાં જમાષ્ટમીના પ્રસંગે ઠેરઠેર જુગાર રમવાનું શરૂ થઇ ગયુ છે, ત્યારે શહેરના બોડકદેવ વિસ્તારમાંથી એક બિઝનેસમેનને અન્ય 6 શખ્સો સાથે જુગાર રમતા પોલીસે ઝડપી પાડ્યા હતા.