મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, એરફોર્સને સ્ટેન્ડ ટૂ ના આદેશ આપવામાં આવ્યા છે અને જરૂર પડ્યે તેની મદદ લેવામાં આવશે.
2/3
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે 7 જિલ્લામાં પૂરની સ્થિતિ છે, પણ હાલ એરિયલ સર્વેની જરૂર નથી. આ સાથે મુખ્યમંત્રીએ કહ્યું, કોઈપણ પ્રકારની ગંભીર ઘટના બની નથી હાલ પાણી ઓસરી રહ્યા છે અને સ્થિતિ સામાન્ય બની રહી છે.
3/3
અમદાવાદ: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી પૂરની ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. રાજ્યના 7 જિલ્લામાં પૂરની સ્થિતિના કારણે 26 લોકોના મોત થયા છે. રાજ્યમાં વરસાદે સર્જેલી આ તારાજીને પગલે મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતેથી રાજ્યની ભારે વરસાદની સ્થિતિ સંદર્ભે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.