શોધખોળ કરો
મોડાસાઃ 'તું મારી નહીં તો કોઈની નહીં', એક તરફી પ્રેમમાં યુવકે કોલેજિયન ગર્લની કઈ રીતે કરી હત્યા?
1/3
મોડાસાઃ રાજેન્દ્રનગરની કોલેજમાં અભ્યાસ કરતી એક કોલેજિયન ગર્લની એક તરફી પ્રેમમાં પાગલ યુવકે હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. છેલ્લા એક-દોઢ વર્ષથી સગીરાના પ્રેમમાં પાગલ યુવકે તેના ઘરે જઈને દુપટ્ટાથી ગળે ટૂંપો દઈને હત્યા કરી નાંખી હતી. આ અંગે સગીરાના પરિવારજનોએ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
2/3

મુડેટીના સ્ટેટ રીઝર્વ પોલીસ દળમાં ફરજ બજાવતા લાલસિંહ ચૌહાણની પુત્રી ગૌરી રાજેન્દ્દનગરની કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હોવાથી તે હિમતપુર(ગઢા) ગામે દાદા જવાનસિંહ ચૌહાણની સાથે જ રહેતી હતી. આ અંગે ગૌરીના દાદાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું હતું કે, ભાવેશ ગૌરીને એક વર્ષથી હેરાન કરતો હતો. ભાવેશને આ અંગે બે-ત્રણવાર ઠપકો કર્યો હતો. ગૌરીની સગાઇ માવાપુર કરાતા ભાવેશ રોષે ભરાયો હતો અને સંબંધ તોડી નાખવા અવાર-નવાર ગૌરીને જણાવતો હતો. આથી દાદા જવાનસિંહે ભાવેશને ઠપકો પણ આપ્યો હતો. આ પછી ભાવેશે મંગળવારે ઘરમાં ઘૂસી ગૌરીની હત્યા કરી નાંખી હતી. ગૌરીએબુમાબુમ કરતા ભાવેશ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ પછી ગૌરીને મોડાસાની સાર્વજનિકમાં ખસેડતા રસ્તામાં જ તેનું મોત થયું હતું.
Published at : 05 Oct 2016 10:32 AM (IST)
Tags :
Girl MurderView More





















