શોધખોળ કરો
જસદણના કોંગ્રેસના ઉમેદવાર અવચર નાકિયા પહેલાં ચલાવતા હતા રીક્ષા, કોનો હાથ પકડીને આવ્યા રાજકારણમાં? જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/03103040/Congress5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/7
![અવચર નાકીયા વિછીંયા તાલુકાના આસલપર ગામે રહે છે. જોકે અવચર નાકીયા રાજકારણમાં આવ્યા પહેલા રીક્ષા ચલાવવાનું કામ કરતા હતા. નાકીયાનો જન્મ 4 જુલાઈ 1972માં આસલપુર ગામ થયો હતો અને ચાર ભાઈનો પરિવાર છે. અવચર નાકીયાએ આસલપુરની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ-6 સુધીનો અભ્યાસ કર્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/03103300/Congress5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અવચર નાકીયા વિછીંયા તાલુકાના આસલપર ગામે રહે છે. જોકે અવચર નાકીયા રાજકારણમાં આવ્યા પહેલા રીક્ષા ચલાવવાનું કામ કરતા હતા. નાકીયાનો જન્મ 4 જુલાઈ 1972માં આસલપુર ગામ થયો હતો અને ચાર ભાઈનો પરિવાર છે. અવચર નાકીયાએ આસલપુરની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ-6 સુધીનો અભ્યાસ કર્યો હતો.
2/7
![જસદણ પેટા ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવાર તરીકે અવચર નાકીયાનું નામ જાહેર કર્યું છે. તે રાજકોટ જિલ્લા પંચાયતનાં પૂર્વ ઉપપ્રમુખ અને બે ટર્મથી પીપરડી જિલ્લા પંચાયતનાં સભ્ય તરીકે ચૂંટાયા છે. વર્તમાન જિલ્લા પંચાયતનાં સભ્ય છે. અવચર નાકીયા કુંવરજી બાવળીયાના ખૂબ જ નજીકનાં મનાય છે અને રાજકારણમાં કુંવરજી બાવળીયાએ એન્ટ્રી કરાવી હતી. ત્યાર બાદ વિંછીયા અને જસદણ વિસ્તારનાં કોળી સમાજમાં અવસર નાકીયા સારી પકડ ધરાવે છે. તેમજ કોળી સમાજનાં મન દુ:ખનાં તમામ પ્રસંગે હાજરી આપતા હોય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/03103040/Congress5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જસદણ પેટા ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવાર તરીકે અવચર નાકીયાનું નામ જાહેર કર્યું છે. તે રાજકોટ જિલ્લા પંચાયતનાં પૂર્વ ઉપપ્રમુખ અને બે ટર્મથી પીપરડી જિલ્લા પંચાયતનાં સભ્ય તરીકે ચૂંટાયા છે. વર્તમાન જિલ્લા પંચાયતનાં સભ્ય છે. અવચર નાકીયા કુંવરજી બાવળીયાના ખૂબ જ નજીકનાં મનાય છે અને રાજકારણમાં કુંવરજી બાવળીયાએ એન્ટ્રી કરાવી હતી. ત્યાર બાદ વિંછીયા અને જસદણ વિસ્તારનાં કોળી સમાજમાં અવસર નાકીયા સારી પકડ ધરાવે છે. તેમજ કોળી સમાજનાં મન દુ:ખનાં તમામ પ્રસંગે હાજરી આપતા હોય છે.
3/7
![જસદણઃ જસદણ પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ભાજપના કુંવરજી બાવળિયા સામે ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. કોંગ્રેસે અવચર નાકીયાને ટિકિટ આપી છે. જસદણ સીટ માટે કોંગ્રેસ તરફથી ભોળાભાઈ ગોહિલનું નામ સૌથી અગ્રેસર હતું પરંતુ આખરે કોળી સમાજના જ આગેવાન અવચર નાકીયાના નામ પર મહોર મારવામાં આવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/03103034/Congress4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જસદણઃ જસદણ પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ભાજપના કુંવરજી બાવળિયા સામે ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. કોંગ્રેસે અવચર નાકીયાને ટિકિટ આપી છે. જસદણ સીટ માટે કોંગ્રેસ તરફથી ભોળાભાઈ ગોહિલનું નામ સૌથી અગ્રેસર હતું પરંતુ આખરે કોળી સમાજના જ આગેવાન અવચર નાકીયાના નામ પર મહોર મારવામાં આવી છે.
4/7
![આજદીન સુધી કોળી સમાજ કુંવરજી બાવળીયા સાથે રહીને કોંગ્રેસને જીતાડતો હતો અને આજ પછી કોની સાથે રહેશે કોળી સમાજ કોને જીતાડશે અને ક્યાં પક્ષને તેનાં પર બન્ને રાજકીય પક્ષોની નજર છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/03103028/Congress3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજદીન સુધી કોળી સમાજ કુંવરજી બાવળીયા સાથે રહીને કોંગ્રેસને જીતાડતો હતો અને આજ પછી કોની સાથે રહેશે કોળી સમાજ કોને જીતાડશે અને ક્યાં પક્ષને તેનાં પર બન્ને રાજકીય પક્ષોની નજર છે.
5/7
![કોળી સમાજની લાગણીથી તેઓ સતત બે વખતથી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા છે. કુંવરજી બાવળીયા સામે અવચર નાકીયાની ટક્કરથી સ્થાનિક કોળી સમાજની પણ તુલના થશે કે આવનારી પેઢીનાં મતદારો કુંવરજી બાવળીયા સાથે રહેશે કે પછી કોંગ્રેસનાં અવચર નાકીયા સાથે આ ચૂંટણી ગુજરાતનાં મુખ્ય બન્ને રાજકીય પક્ષની પણ તુલના થશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/03103022/Congress2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોળી સમાજની લાગણીથી તેઓ સતત બે વખતથી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા છે. કુંવરજી બાવળીયા સામે અવચર નાકીયાની ટક્કરથી સ્થાનિક કોળી સમાજની પણ તુલના થશે કે આવનારી પેઢીનાં મતદારો કુંવરજી બાવળીયા સાથે રહેશે કે પછી કોંગ્રેસનાં અવચર નાકીયા સાથે આ ચૂંટણી ગુજરાતનાં મુખ્ય બન્ને રાજકીય પક્ષની પણ તુલના થશે.
6/7
![અભ્યાસ કર્યા બાદ આસલપુરથી વિછીંયા સુધી છકડો રીક્ષા ચલાવતા હતા અને 1995માં ગીતાબેન સાથે લગ્ન કર્યા હતાં. અવચર નાકીયાને સંતાનમાં 5 છોકરીઓ છે અને એક છોકરો છે. અવચર નાકીયાની ઉંમર 47 વર્ષની છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/03103016/Congress1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભ્યાસ કર્યા બાદ આસલપુરથી વિછીંયા સુધી છકડો રીક્ષા ચલાવતા હતા અને 1995માં ગીતાબેન સાથે લગ્ન કર્યા હતાં. અવચર નાકીયાને સંતાનમાં 5 છોકરીઓ છે અને એક છોકરો છે. અવચર નાકીયાની ઉંમર 47 વર્ષની છે.
7/7
![કુંવરજી બાવળીયા સાથે રહીને કોળી સમાજ સહિત અન્ય સમાજમાં પણ અવચર નાકીયાની પકડ છે. જે વાતને ધ્યાને લઈને કોંગ્રેસે અવચર નાકીયાની પસંદગી કરી છે. ત્યારે જસદણ વિધાનસભાની પેટા ચુંટણીનો રંગ જામશે અને ગુરૂ-ચેલા સામ સામે ચૂંટણી લડશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/03103011/Congress.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કુંવરજી બાવળીયા સાથે રહીને કોળી સમાજ સહિત અન્ય સમાજમાં પણ અવચર નાકીયાની પકડ છે. જે વાતને ધ્યાને લઈને કોંગ્રેસે અવચર નાકીયાની પસંદગી કરી છે. ત્યારે જસદણ વિધાનસભાની પેટા ચુંટણીનો રંગ જામશે અને ગુરૂ-ચેલા સામ સામે ચૂંટણી લડશે.
Published at : 03 Dec 2018 10:34 AM (IST)
Tags :
Water Supply Minister Kunvarji Bavaliya Pipardi Village In Vinchhiya Taluka Nakia Sitting Member Of Rajkot District Panchayat Nakia Is Former Vice-president Of Rajkot District Panchayat 47-year-old Congress Leader Congress Candidate Avsar Nakia Jasdan Assembly Bypoll Congress-bjp Koli Community Gujarat Congressવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)